મને સુપરસ્ટાર્સની કોઈ જ જરૂર નથી : આલિયા

03 July, 2017 06:52 AM IST  | 

મને સુપરસ્ટાર્સની કોઈ જ જરૂર નથી : આલિયા


મોહર બાસુ

આલિયા ભટ્ટ હાલમાં તેની આગામી ફિલ્મ માટે ખૂબ મહેનત કરી રહી છે. તે કહે છે કે મારે સારી ફિલ્મમાં કામ કરવા માટે સુપરસ્ટારની જરૂર નથી. આલિયા હાલમાં મેઘના ગુલઝારની ‘રાઝી’ માટે કૉમ્બેક્ટ ટ્રેઇનિંગ અને કાશ્મીરી બોલી માટે ક્લાસ લઈ રહી છે. આ ફિલ્મમાં તે ‘મસાન’ ફિલ્મમાં જોવા મળેલા વિકી કૌશલ સાથે કામ કરી રહી છે. આલિયા હાલમાં જીપ ચલાવવાનું શીખી રહી છે. ફિલ્મમાં આલિયા પાકિસ્તાનના આર્મી-ઑફિસર વિકી કૌશલની કાશ્મીરી પત્નીનું પાત્ર ભજવશે. શાહિદ કપૂર અને શાહરુખ ખાન સાથે કામ કરનાર આલિયા ભટ્ટ આ ફિલ્મમાં પહેલી વાર વિકી સાથે કામ કરી રહી છે. એ વિશે પૂછવામાં આવતાં આલિયા કહે છે, ‘કોઈ પણ ઍક્ટર્સને આવી કૅટેગરીમાં વહેંચવું યોગ્ય નથી. અમે બધા અહીં ઍક્ટિંગ કરવા આવ્યા છીએ અને જેટલા સારા ઍક્ટર્સ હશે ફિલ્મનું રિઝલ્ટ એટલું જ સારું આવશે. વિકી ખૂબ અદ્ભુત ઍક્ટર છે. તેણે હજી સુધી વધુ ફિલ્મો નથી કરી, પરંતુ તેની ‘મસાન’ મને ઘણી ગમી હતી. વિકી મારા કરતાં સારો ઍક્ટર છે. મને કોઈ સુપરસ્ટારની જરૂર નથી. મને ફક્ત એક સારી સ્ક્રિપ્ટ અને એવા કો-સ્ટારની જરૂર છે જે મારી પાસે શ્રેષ્ઠ કામ કરાવી શકે.’

મહેશ ભટ્ટે મેરિલ સ્ટ્રીપની ફિલ્મો જોવાની આલિયાને આપી સલાહ

મહેશ ભટ્ટનું કહેવું છે કે આલિયા ભટ્ટે હૉલીવુડની ઍક્ટ્રેસ મેરિલ સ્ટ્રીપની તમામ ફિલ્મો જોવી જોઈએ. આલિયાની ગણતરી બૉલીવુડની ટોચની ઍક્ટ્રેસમાં કરવામાં આવે છે. આલિયાએ ખૂબ જ નાની ઉંમરે બૉલીવુડમાં તેની જગ્યા બનાવી છે. આ વિશે પૂછવામાં આવતાં મહેશ ભટ્ટ તેની દીકરી માટે કહે છે, ‘ફિનિશ લાઇન જેવું કંઈ હોતું નથી.  લાઇફમાં ફુલસ્ટૉપ નથી હોતું. તેથી આલિયાનું પણ કોઈ ફુલસ્ટૉપ નથી. આલિયા કેવી રીતે એવું વિચારી પણ શકે કે તેણે સફળતા મેળવી લીધી છે? તે જ્યારે મેરિલ સ્ટ્રીપ જેવી ઍક્ટરનો પર્ફોર્મન્સ જુએ છે ત્યારે પોતાની જાતને સંપૂર્ણપણે નાબૂદ કરી ફરીથી ઊભી થઈ શકે છે. તેનામાં એટલી હિમ્મત છે. હું હંમેશાં આલિયાને મેરિલ સ્ટ્રીપની તમામ ફિલ્મો જોવા માટે કહું છું. મેરિલ સ્ટ્રીપ ખૂબ જ અદ્ભુત ઍક્ટર છે. મારા મત મુજબ આલિયા હજી વૉર્મ-અપ કરી રહી છે. તેની રિયલ ઍક્ટિંગ હજી બાકી છે.’