09 May, 2024 06:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડીપ ફેક , ઓરિજિનલ
આલિયા ભટ્ટનો ફરી એક વખત ડીપફેક વિડિયો વાઇરલ થયો છે. અગાઉ પણ તેના ચહેરાની સાથે જ તેનો વૉઇસ પણ કૉપી કરવામાં આવ્યો હતો. આ ટેક્નૉલૉજીના માધ્યમથી સેલિબ્રિટીઝના ચહેરાનો દુરુપયોગ કરવામાં આવે છે અને અન્યના ચહેરા પર તેમનો ફેસ ગોઠવવામાં આવે છે. અગાઉ કાજોલ, કૅટરિના કૈફ, રશ્મિકા મંદાના, આમિર ખાન અને રણવીર સિંહ પણ ડીપફેક વિડિયોનો શિકાર બની ચૂક્યા છે. હવે આલિયાનો જે વિડિયો વાઇરલ થયો છે એમાં તેનો ચહેરો વામિકા ગબ્બીના ચહેરા પર ગોઠવી દેવામાં આવ્યો છે. તેજ ગતિએ વધી રહેલી ટેક્નૉલૉજીના લાભ અને ગેરલાભ પણ છે. એવામાં એના પર વહેલી તકે નિયંત્રણ આવે એ જરૂરી છે.