ઉમરાવ જાનના સ્ક્રીનિંગમાં સિલસિલાની રેખા બનીને આવી આલિયા ભટ્ટ

29 June, 2025 06:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આલિયાની આ સાડી તરુણ તાહિલિયાનીએ ડિઝાઇન કરી હતી અને તેનું સ્ટાઇલિંગ સોનમ કપૂરની બહેન રિયા કપૂરે કર્યું હતું. રેખાનો આવો જ લુક ‘સિલસિલા’માં જોવા મળ્યો હતો.

ઉમરાવ જાનના સ્ક્રીનિંગમાં સિલસિલાની રેખા બનીને આવી આલિયા ભટ્ટ

રીરિલીઝ થયેલી ‘ઉમરાવ જાન’નું ગુરુવારે ફિલ્મ-ઇન્ડસ્ટ્રી માટે સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું‍ હતું અને એમાં આલિયા ભટ્ટે રેખાનો ફિલ્મ ‘સિલસિલા’નો લુક અપનાવીને ફોટોગ્રાફરોને રોમાંચિત કરી દીધા હતા. આ સ્ક્રીનિંગમાં આલિયા લાઇટ પિન્ક કલરની સાડી પહેરીને આવી હતી અને કાનમાં તેણે ફેધર ઇઅર-રિંગ્સ પહેર્યાં હતાં. આલિયાની આ સાડી તરુણ તાહિલિયાનીએ ડિઝાઇન કરી હતી અને તેનું સ્ટાઇલિંગ સોનમ કપૂરની બહેન રિયા કપૂરે કર્યું હતું. રેખાનો આવો જ લુક ‘સિલસિલા’માં જોવા મળ્યો હતો.

રેખા જૈસા કોઈ નહીં : આલિયા ભટ્ટ

‘ઉમરાવ જાન’ના સ્ક્રીનિંગમાં રેખાના ‘સિલસિલા’ના લુકમાં ગયેલી આલિયા ભટ્ટે પોતાના આ જેસ્ચરને એક જીવંત દંતકથાને સમર્પિત કર્યું હતું. આલિયાએ સોશ્યલ મીડિયા પર રેખા સાથેનો ફોટો પોસ્ટ કરીને, તેમને રે-મા (ReMaa)નું સંબોધન કરીને લખ્યું હતું કે તમારા જેવું કોઈ હતું નહીં, છે નહીં અને હશે પણ નહીં.

રેખા ફુલ મૂડમાં


ગુરુવારે રાત્રે ‘ઉમરાવ જાન’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં રેખાનો અંદાજ જોવા જેવો હતો.

alia bhatt rekha upcoming movie bollywood bollywood news bollywood buzz entertainment news