આલિયા ભટ્ટે ફૅન્સ સાથે શૅર કરી પોતાના બર્થ-ડે સેલિબ્રેશનની પ્રાઇવેટ તસવીરો

19 March, 2026 11:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાના પરિવાર સાથે હૉન્ગકૉન્ગમાં ક્વૉલિટી ટાઇમ પસાર કર્યો

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

આલિયા ભટ્ટે ૧૫ માર્ચે પોતાની ૩૩મી વર્ષગાંઠ બહુ ખાસ રીતે ઊજવી. આ વખતે તેણે કોઈ મોટી પાર્ટી નહીં રાખી, પરંતુ પોતાના પરિવાર સાથે હૉન્ગકૉન્ગમાં ક્વૉલિટી ટાઇમ પસાર કર્યો. આ સેલિબ્રેશનમાં તેની સાથે પતિ રણબીર કપૂર, દીકરી રાહા અને બહેન શાહીન ભટ્ટ જોવા મળે છે. આલિયાએ પાર્કમાં ફરીને તેમ જ ડિઝનીલૅન્ડ વિઝિટ કરીને આ સેલિબ્રેશન કર્યું હતું.

આલિયાએ હવે તેની બર્થ-ડેની યાદગાર ફૅમિલી-ટ્રિપની તસવીરો ફૅન્સ માટે સોશ્યલ મીડિયામાં શૅર કરી છે.

alia bhatt ranbir kapoor Raha Kapoor happy birthday hong kong disneyland instagram entertainment news bollywood bollywood news