આલિયા ભટ્ટ અને અનન્યા પાંડે વચ્ચે અણબનાવ?

13 January, 2026 07:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આલિયા પર આવો આરોપ મૂકતી પોસ્ટને અનન્યાના સત્તાવાર અકાઉન્ટ પરથી લાઇક કરવામાં આવતાં આલિયા અને અનન્યાના સંબંધો ચર્ચામાં આવ્યા છે.  જોકે આ મામલે અનન્યા કે આલિયાએ પ્રતિક્રિયા નથી આપી.

આલિયા ભટ્ટ અને અનન્યા પાંડે

આલિયા ભટ્ટ અને અનન્યા પાંડે એકબીજા સાથે જાહેરમાં તો બહુ સારું વર્તન કરે છે, પણ એવી ચર્ચા ચાલે છે કે આ બન્ને વચ્ચે અણબનાવ છે. હકીકતમાં સોશ્યલ મીડિયામાં એક સ્ક્રીન-રેકૉર્ડિંગ વાઇરલ બન્યું છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અનન્યાએ એક એવી પોસ્ટને લાઇક કરી હતી જેમાં ખુલ્લેઆમ આલિયાની ટીકા કરવામાં આવી હતી.
અનન્યાએ કથિત રીતે લાઇક કરેલી આ પોસ્ટમાં આલિયા ભટ્ટને કડક શબ્દોમાં ‘ઑપર્ચ્યુનિસ્ટ’ એટલે કે તકવાદી કહીને તેના પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તે બૉલીવુડના ટૉપના ડિરેક્ટર્સની ચમચાગીરી કરે છે. હકીકતમાં જાહેરમાં યામી ગૌતમની અવગણના કરતી આલિયાએ તાજેતરમાં સોશ્યલ મીડિયામાં યામીની ફિલ્મ ‘હક’માં તેના અભિનયની પ્રશંસા કરી હતી. આ પછી લોકો એવો આરોપ મૂકી રહ્યા છે કે આલિયા હકીકતમાં યામીના પતિ આદિત્ય ધરને ઇમ્પ્રેસ કરવા અને તેની ફિલ્મમાં કામ મળે એ માટે યામીનાં વખાણ કરી રહી છે. આલિયા પર આવો આરોપ મૂકતી પોસ્ટને અનન્યાના સત્તાવાર અકાઉન્ટ પરથી લાઇક કરવામાં આવતાં આલિયા અને અનન્યાના સંબંધો ચર્ચામાં આવ્યા છે.  જોકે આ મામલે અનન્યા કે આલિયાએ પ્રતિક્રિયા નથી આપી.

alia bhatt Ananya Panday bollywood buzz bollywood news bollywood gossips bollywood