અલી ફઝલની હૉલીવુડ ફિલ્મ 'ડેથ ઓન ધી નાઇલ'નું ટ્રેલર વખણાયું

20 August, 2020 04:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અલી ફઝલની હૉલીવુડ ફિલ્મ 'ડેથ ઓન ધી નાઇલ'નું ટ્રેલર વખણાયું

આ ફિલ્મનું ટ્રેલર લોકોને ખૂબ ગમ્યું છે જે ગઇ કાલે જ રિલીઝ થયું છે.

કેનેથ બ્રાનઘની ‘ડેથ ઓન ધ નાઈલ’નું ટ્રેલર લોન્ચ થયું છે. 23 ઓક્ટોબર, 2020ના રોજ રિલીઝ થનારી આ ફિલ્મ મહામારી બાદ અગ્રણી ઈન્ટરનેશનલ ફિલ્મમાંની એક હશે. આ ફિલ્મનું ટ્રેલર લોકોને ખૂબ ગમ્યું છે જે ગઇ કાલે જ રિલીઝ થયું છે. 

આજ નામ ઉપર અગાથા ક્રિસ્ટીની નવલકથા પર આધારિત ફિલ્મમાં અલી ફઝલ (Ali Fazal), ગેલ ગેડોટ, આર્મી હૈમર, લેટિટિયા રાઈટ, એમ્મા મૈકે, જેનિફર સોન્ડર્સ, રસેલ બ્રાન્ડ, ડોન ફ્રેન્ચ, રોઝ લેસ્લી, ટોમ બેટમેન, એનેટ બિંગમેન, સોફિ ઓકોનેડો અને કેનેથ બ્રાનઘાગનો સમાવેશ છે.આ ટ્રેલર લૉન્ચ થતાં જ અલી ફઝલને તેના કલાકાર મિત્રોએ વખાણથી નવાજ્યો છે. 

અલી ફઝલે ગયા વર્ષે ત્રણ મહિના સુધી આ ફિલ્મનું શૂટીંગ UK માં કર્યું હતું. અલી ફઝલના ફેન્સ તેની મીર્ઝાપુરની બીજી સીઝનની રાહ જોઈ રહ્યા છે જે આ વર્ષના અંત સુધીમાં એમેઝોન પ્રાઈમમાં લૉન્ચ થવાની આશા છે.

ali fazal bollywood news entertainment news