મુંબઈના થિયેટર આર્ટિસ્ટ્સની મદદે આવ્યો અલી ફઝલ

31 May, 2020 10:57 PM IST  |  Mumbai Desk | Agencies

મુંબઈના થિયેટર આર્ટિસ્ટ્સની મદદે આવ્યો અલી ફઝલ

અલી ફઝલ

અલી ફઝલ હાલમાં ચાલી રહેલા લૉકડાઉનમાં મુંબઈના થિયેટર આર્ટિસ્ટ્સની મદદ માટે આગળ આવ્યો છે. લૉકડાઉનને કારણે થિયેટર આર્ટિસ્ટ્સને કેવા પ્રકારની તકલીફ ઉઠાવવી પડે છે એ દર્શાવતો એક વિડિયો બનાવવામાં આવ્યો છે. નિશાંત રાજાએ મ્યુઝિક આપ્યું છે અને અમીતોષ નાગપાલે ગીત લખ્યું છે. થિયેટર ઍક્ટર્સ વિશે જણાવતાં અલીએ કહ્યું હતું કે ‘૮ અઠવાડિયાંથી ચાલી રહેલા લૉકડાઉનને કારણે થિયેટર ઍક્ટર્સની સ્થિતિ કેવી કફોડી બની ગઈ છે એ વિશે ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. અમીતોષ નાગપાલે એમાં ખાસ યોગદાન આપ્યું છે. અનેક ઍક્ટર્સ અભિનય અને ઘણું બધું શીખે છે. આમ છતાં તેમને બધાથી અળગા રાખવામાં આવે છે. એથી આપણે તેમના માટે આગળ આવીએ અને આ કપરા સમયમાં તેમની મદદ કરીએ એ અગત્યનું છે. કેટલીક ફેમસ હસ્તિઓ ટેક્નિશ્યન્સ અને ક્રૂ મેમ્બર્સની મદદ માટે ડેટા તૈયાર કરી રહ્યા છે, જેઓ હાલમાં બેરોજગાર બન્યા છે. ઍક્ટર્સ આગળ વધતાં વર્ચ્યુઅલ શોઝમાં પર્ફોર્મ કરી રહ્યા છે. થિયેટરના લોકોને મદદ કરવા માટે આપણે ક્યાંકથી તો શરૂઆત કરવી જ રહી.’

bollywood ali fazal bollywood news bollywood gossips