સૂર્યવંશી આવતા વર્ષે રિપબ્લિક-ડે પર થશે રિલીઝ?

13 October, 2020 06:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સૂર્યવંશી આવતા વર્ષે રિપબ્લિક-ડે પર થશે રિલીઝ?

અક્ષયકુમાર, કૅટરિના કૈફ

‘સૂર્યવંશી’ હવે દિવાળીમાં નહીં પરંતુ આવતા વર્ષે પ્રજાસત્તાક દિવસે એટલે કે 26મી જાન્યુઆરીની આસપાસ રિલીઝ થાય એવી શક્યતા છે. ‘સૂર્યવંશી’ને ક્રિસમસ દરમ્યાન રિલીઝ કરવાની યોજના હતી, પરંતુ એ વખતે ‘83’ રિલીઝ થવાની છે. કબીર ખાનની ‘83’ પોતાની રિલીઝની તારીખને બદલાવવા માટે રાજી નથી. એથી અક્ષયકુમાર, કૅટરિના કૈફ, અજય દેવગન અને રણવીર સિંહની કૉપ-ડ્રામા ‘સૂર્યવંશી’ને રિપબ્લિક-ડેના વીકએન્ડ પર રિલીઝ કરવામાં આવશે. આ અગાઉ ‘83’ રિપબ્લિક-ડેમાં અને ‘સૂર્યવંશી’ રિલીઝ થવાની હતી. અનેક પરિબળો જેવાં કે બન્ને ફિલ્મોનાં બજેટ અને સ્ટોરીને ધ્યાનમાં રાખીને રિલીઝની તારીખ નક્કી કરવામાં આવી છે. આ બન્ને ફિલ્મોને માર્ચ પહેલાં રિલીઝ કરવાની યોજના છે. સાથે જ કોરોના વાઇરસની સ્થિતિ શું છે એ જાણ્યા બાદ પણ ફરી નિર્ણય ચેન્જ કરવામાં આવી શકે છે.

entertainment news bollywood bollywood news upcoming movie sooryavanshi akshay kumar katrina kaif rohit shetty ajay devgn ranveer singh republic day