12 December, 2023 06:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ વોલીબોલ રમતા
અક્ષયકુમાર, ટાઇગર શ્રોફ અને દિશા પાટણી બેન્ગૉલ વૉરિયર્સ સાથે વૉલીબૉલ રમ્યાં હતાં. એ વખતે તેમની એનર્જી જોવાલાયક રહી હતી. અક્ષયકુમારના જુહુના મકાનની બહાર સૌ વૉલીબૉલ રમ્યા હતા. એમાં ટાઇગર શર્ટલેસ હતો. અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફ ‘બડે મિયાં છોટે મિયાં’માં સાથે જોવા મળશે. વૉલીબૉલ રમતો ફોટો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી, ‘પ્રો કબડ્ડી લીગની શરૂઆત પહેલાં અમને બેન્ગૉલ વૉરિયર્સ સાથે ફ્રેન્ડ્લી વૉલીબૉલ રમવાની તક મળી છે. તમને સૌને જોઈને આનંદ થયો. ટાઇગર શ્રોફ અને દિશા પાટણી આવતાં આનંદ બમણો થઈ ગયો. અમે જીત્યા કે નહીં એ તમારે અંદાજ લગાવવાનો છે.’