ફરી રિલીઝ થઈ રહી છે અક્ષય અને શિલ્પાની ધડકન

18 May, 2025 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લવ-ટ્રાયેન્ગલ પર આધારિત આ ફિલ્મ આજે પણ લોકોને ગમે છે

‘ધડકન’ ફિલ્મનું પોસ્ટર

બૉલીવુડની રોમૅન્ટિક ડ્રામા ફિલ્મ ‘ધડકન’ પચીસ વર્ષ બાદ ફરી એક વાર મોટા પડદે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટી અને અક્ષયકુમાર તેમ જ સુનીલ શેટ્ટી મુખ્ય ભૂમિકા નિભાવતાં હતાં. લવ-ટ્રાયેન્ગલ પર આધારિત આ ફિલ્મ આજે પણ લોકોને ગમે છે. આ ફિલ્મ પ્રથમ વખત ૨૦૦૦ની ૧૧ ઑગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને હવે એને ફરી પાછી સિલ્વર સ્ક્રીન પર રજૂ કરવામાં આવશે. નિર્માતાઓએ જણાવ્યા મુજબ ‘ધડકન’ ૨૩ મેએ ફરી રિલીઝ થશે. એ ફિલ્મમાં શર્મિલા ટાગોર, મહિમા ચૌધરી, પરમીત સેઠી, કિરણ કુમાર અને સુષમા સેઠ મહત્ત્વની ભૂમિકાઓમાં છે.

shilpa shetty akshay kumar suniel shetty entertainment news bollywood bollywood news