પહેલા અઠવાડિયામાં ૧૦૦ કરોડના મૅજિક ફિગરથી જરાક છેટે રહી ગઈ સ્કાય ફોર્સ

01 February, 2025 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મે શુક્રવારે ૧૫.૩૦, શનિવારે ૨૬.૩૦, રવિવારે ૩૧.૬૦, સોમવારે ૮.૧૦, મંગળવારે ૬.૩૦, બુધવારે ૬.૬૦, ગુરુવારે ૫.૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

‘સ્કાય ફોર્સ’ ફિલ્મનું પોસ્ટર

અક્ષય કુમારની ‘સ્કાય ફોર્સ’ પહેલા અઠવાડિયામાં બૉક્સ-ઑફિસ પર ૯૯.૭૦ કરોડ રૂપિયાનું કલેક્શન કરવામાં સફળ રહી છે. ૧૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં એન્ટ્રી મારવામાં ગુરુવારે આ ફિલ્મને માત્ર ૩૦ લાખ રૂપિયા ઓછા પડ્યા હતા. આ ફિલ્મે શુક્રવારે ૧૫.૩૦, શનિવારે ૨૬.૩૦, રવિવારે ૩૧.૬૦, સોમવારે ૮.૧૦, મંગળવારે ૬.૩૦, બુધવારે ૬.૬૦, ગુરુવારે ૫.૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

akshay kumar bollywood news bollywood movie review box office entertainment news