22 September, 2025 10:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૅટરિના કૈફ અને અક્ષય કુમાર
અક્ષય કુમારે પોતાની કરીઅરમાં અનેક ઍક્ટ્રેસ સાથે સાથે કામ કર્યું છે. હાલમાં અક્ષય કુમાર ‘આપ કી અદાલત’માં હાજર થયો હતો ત્યારે તેને એક ફૅને જ્યારે સવાલ કર્યો કે તારી ફેવરિટ હિરોઇન કોણ છે ત્યારે અક્ષયે સ્વીકાર્યું હતું કે કૅટરિના કૈફ તેની પ્રિય ઍક્ટ્રેસ છે. ફૅને જ્યારે અક્ષયને સવાલ કર્યો ત્યારે અક્ષયે જવાબ આપવામાં બિલકુલ સમય લીધો નહીં અને કહ્યું કે ‘મારી પ્રિય હિરોઇન... ખરેખર તો મેં ઇન્ડસ્ટ્રીમાં દરેક સાથે કામ કર્યું છે પણ કૅટરિના મારી ફેવરિટ છે.’ અક્ષય કુમાર અને કૅટરિના કૈફે એકબીજા સાથે આઠ ફિલ્મોમાં કામ કર્યું છે. આ ફિલ્મો ‘હમકો દીવાના કર ગએ’ (2006), ‘નમસ્તે લંડન’ (2007), ‘વેલકમ’ (2007), ‘સિંઘ ઇઝ કિંગ’ (2008), ‘બ્લુ’ (2009), ‘દે દના દન’ (2009), ‘તીસ માર ખાન’ (2010) અને ‘સૂર્યવંશી’ (2021) છે.