અક્ષય કુમાર લાવ્યો છે ગેમિંગ એપ 'FAU-G', 'PUBG'ની ગેરહાજરી નહીં વર્તાય

04 September, 2020 06:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અક્ષય કુમાર લાવ્યો છે ગેમિંગ એપ 'FAU-G', 'PUBG'ની ગેરહાજરી નહીં વર્તાય

તસવીર સૌજન્ય: ટ્વીટર

ભારત સરકારે તાજેતરમાં જ 118 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મુક્યો છે. તેમા સૌથી લોકપ્રિય ગેમિંગ એપ 'PUBG'નો પણ સમાવેશ છે. આ ગેમ પર પ્રતિબંધ મુકાઈ જવાથી યુવાનો બહુ હતાશ થયા છે. પન હવે તેમને હતાશ થવાની જરૂર નથી. કારણકે બૉલીવુડનો ખિલાડી અક્ષય કામર (Akshay Kumar) નવી ગેમિંગ એપ લઈને આવ્યો છે. જે યુર્ઝસને હવે 'PUBG'ની ગેરહાજરી નહીં વર્તાવવા દે. અક્ષય કુમારે તાજેતરમાં જ આ અંગેની ટ્વીટ કરી હતી.

અક્ષય કુમારે ટ્વીટ કરીને કહ્યું હતું કે, 'વડાપ્રધાનના આત્મનિર્ભર અભિયાન હેઠળ, એક્શન ગેમ ફિઅરલેસ એન્ડ યુનાઈટેડ ગાર્ડ્સ FAU-G લોન્ચ કરીને ગર્વ અનુભવું છું. મનોરંજન ઉપરાંત આ ગેમના પ્લેયર્સ આપણાં જવાનોએ આપેલા બલિદાન અંગે પણ જાણશે. આ ગેમમાંથી થતી કુલ આવકમાંથી 20 ટકા આવક આપણાં સૈનિકો માટે બનાવવામાં આવેલા ભારત કે વીર ટ્રસ્ટને દાન આપવામાં આવશે.'

ઉલ્લેખનીય છે કે, આ ગેમને બેંગલુરુ સ્થિત મોબાઈલ ગેમ પબ્લિશર કંપની n-CORE (એન-કોર)એ બનાવી છે.

તમને જણાવી દઈએ કે, ભારતમાં પબજીના પાંચ કરોડથી વધુ યુઝર્સ છે. જેમાંથી અંદાજે 3.5 કરોડ એક્ટિવ યુઝર છે. ડેટા એનાલિટિકલ ફર્મ સેન્સર ટાવરના જણાવ્યાનુસાર, પબજીની આ વર્ષના છ મહિનાની રેવન્યૂ અંદાજે 9,700 કરોડ રૂપિયા રહી. તેની અત્યાર સુધીની કુલ રેવન્યૂ 22,000 કરોડ રૂપિયાને પાર જઈ ચૂકી છે. તેમાં સૌથી મોટું યોગદાન ભારતનું રહ્યું છે. કારણકે વિશ્વમાં કુલ 17.5 કરોડ ડાઉનલોડમાંથી સૌથી વધુ ડાઉનલોડ ભારતમાં જ થયા છે.

entertainment news bollywood bollywood news akshay kumar