ફોર્બ્સની ટોપ-100 કમાણી કરતા સેલેબ્ઝની યાદીમાં અક્ષય એકમાત્ર ભારતીય

17 December, 2020 09:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોર્બ્સની ટોપ-100 કમાણી કરતા સેલેબ્ઝની યાદીમાં અક્ષય એકમાત્ર ભારતીય

ફાઈલ ફોટો

અમેરિકન બિઝનેસ મેગેઝિન ફોર્બ્સે 2020ના વર્ષમાં સૌથી વધુ કમાણી કરનારી વિશ્વની 100 સેલિબ્રિટીઓની યાદી બહાર પાડી છે. તેમાં અક્ષય કુમાર 52મા સ્થાને રહેલો અક્ષય કુમાર એકમાત્ર ભારતીય સેલેબ બન્યો છે. કોરોનાને કારણે આ વર્ષે એની કમાણીમાં 88 કરોડ રૂપિયાનું ગાબડું પડ્યું છે. તેમ છતાં તેણે આ વર્ષે 356 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ વર્ષે એ જેકી ચેન અને જેનિફર લોપેઝ જેવી સેલિબ્રિટીઓ કરતાં પણ વધુ પૈસા કમાયો છે.

ગયા વર્ષે અક્કીની કમાણી 444 કરોડ રૂપિયા હતી, જેમાં 88 કરોડ ઘટાડો થઈને આ વર્ષે એ 356 કરોડ રૂપિયા કમાયો છે. ગયા વર્ષે અક્ષય આ લિસ્ટમાં 51મા ક્રમે હતો. જ્યારે 2018માં 270 કરોડ રૂપિયાની કમાણી સાથે 76મા ક્રમે હતો.

મેગેઝીનનું કહેવું છે કે, અક્ષય સૌથી વધુ ફિલ્મોમાંથી જ કમાયા છે. આ મેગેઝિન લખે છે કે અક્ષય બેન્કેબલ સ્ટાર છે અને બચ્ચન પાંડે, બેલ બોટમ જેવી એની અપકમિંગ ફિલ્મોથી લગભગ 100 કરોડ રૂપિયા જેટલી રકમ કમાઈ લેશે. આ લિસ્ટ પ્રમાણે અમેરિકાની મીડિયા પર્સનાલિટી, મૉડલ અને બિઝનેસ વુમન કાઇલી જેનર વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી સેલિબ્રિટી છે. એણે આ વર્ષે લગભગ 4340 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

આ લિસ્ટમાં અમેરિકન રેપર કાન્યે વેસ્ટ 1250 કરોડ રૂપિયા સાથે બીજા ક્રમે છે. અમેરિકન એક્ટર ટાઇલર પેરી 713 કરોડ રૂપિયા સાથે છઠ્ઠા અને ડ્વેન જ્હોનસન 643 કરોડ રૂપિયા સાથે 10મા ક્રમે છે.

 

akshay kumar bollywood forbes