અક્ષય કુમાર નથી ઈચ્છતો કે તેના બાળકો તેની આ ફિલ્મ જુએ

09 May, 2019 11:47 AM IST  |  મુંબઈ

અક્ષય કુમાર નથી ઈચ્છતો કે તેના બાળકો તેની આ ફિલ્મ જુએ

અક્ષય કુમાર નથી ઈચ્છતો કે તેના બાળકો તેની આ ફિલ્મ જુએ

છેલ્લા કેટલાક દિવસથી અક્ષય કુમાર સતત સમાચારોમાં છે. એ પછી તેની નાગરિકતાનો સવાલ હોય કે નેશનલ અવૉર્ડ માટેની તેની લાયકાતનો. ત્યારે અક્ષયનો HT મોસ્ટ સ્ટાઈલિશ અવૉર્ડ 2019નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કહે છે કે નથી ઈચ્છતો કે તેની આ ફિલ્મ તેના બાળકો જુએ.

અવૉર્ડ સેરેમનીમાં રાધિકા આપ્ટે અને વિકી કૌશલ હોસ્ટ હતા. તેઓ અક્ષયને રેપિડ ફાયર સેશન માટે સવાલો પુછી રહ્યા હતા. ખિલાડી કુમારને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે કઈ એવી ફિલ્મ છે જે તે તેના બાળકોને બતાવવા નહીં માંગે ત્યારે અક્ષયે જવાબ આપ્યો 'ગરમ મસાલા'. અક્ષયે એમ પણ કહ્યું કે આ ફિલ્મમાં તે 4 યુવતીઓને ડેટ કરે છે. અને તે નથી ઈચ્છતો કે તેના બાળકો તે જુએ.

આ પણ વાંચોઃ તો આ માટે અક્ષયકુમારે કિરણ રિજીજુને કહ્યું 'થેન્ક યુ' !

અક્ષયે કહ્યું કે, "કારણ કે આ ફિલ્મમાં તે એક સમયે 4-4 છોકરીઓને ડેટ કરી રહ્યો છે. અને હું કહીશ કે બેટા, એ જમાનો ગયો, હવે ભુલ જાઓ. આજકાલ છોકરીઓની પાસે મેકઅપના સામાન કરતા ટ્રેકિંગનો સામાન વધારો હોય છે. તે તેમને ટ્રેક કરી લેશે. એટલે આવું બધું ભૂલી જજો."

akshay kumar bollywood news