27 March, 2026 11:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટી હવે એકમેક સાથે એકદમ કમ્ફર્ટેબલ છે
૯૦ના દાયકાની હિટ અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટીની ઑનસ્ક્રીન જોડી ફરી એક વાર ચર્ચામાં આવી છે. બન્નેએ ઘણી હિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું અને તેમના અફેરની ચર્ચાઓ પણ ત્યારે ખૂબ ચાલી હતી. ગયા વર્ષે એક અવૉર્ડ-ફંક્શનમાં બન્નેએ પોતાના લોકપ્રિય ગીત ‘ચુરા કે દિલ મેરા’ પર ડાન્સ કરીને ફૅન્સને ખુશ કરી દીધા હતા. હવે આ વર્ષે ફરી બન્ને એક અવૉર્ડ-ફંક્શનમાં સાથે જોવા મળ્યાં હતાં અને ફરી તેઓ ભૂતકાળ ભૂલીને એકબીજા સાથે કમ્ફર્ટેબલ લાગતાં હતાં. તેમની આ મુલાકાતનો વિડિયો સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે. આ ફંક્શનમાં અક્ષય અને શિલ્પા એકબીજા સાથે વાતો કરતાં અને ખુલ્લા દિલથી હસતાં જોવા મળે છે. બન્નેનું આ બૉન્ડિંગ જોઈને ફૅન્સને ૯૦ના દાયકાની યાદો તાજી થઈ ગઈ છે.