27 October, 2026 09:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘મોહરા’ મૂવીનું પોસ્ટર
અક્ષય કુમાર અને રવીના ટંડનની જોડીએ ૯૦ના દાયકામાં પડદા પર ખૂબ ધમાલ મચાવી હતી અને લગભગ ૩૨ વર્ષ પછી તેમની ફિલ્મ ‘મોહરા’ થિયેટરમાં રી-રિલીઝ થવાની છે. બૉક્સ-ઑફિસ પર આ ફિલ્મની ટક્કર રણબીર કપૂરની મેગા બજેટ ફિલ્મ ‘રામાયણ’ સાથે થશે. ‘મોહરા’ દિવાળીના બે દિવસ પહેલાં છઠ્ઠી ડિસેમ્બરે રી-રિલીઝ કરવાની જાહેરાત કરાઈ છે જેના કારણે એની ટક્કર પાંચમી નવેમ્બરે રિલીઝ થનારી રણબીર કપૂરની ‘રામાયણ’ સાથે થશે.
‘મોહરા’ ૧૯૯૪માં રિલીઝ થઈ હતી. એનાં ‘તૂ ચીઝ બડી હૈ મસ્ત-મસ્ત’, ‘સુબહ સે લેકર શામ તક’, ‘અય કાશ કહીં ઐસા હોતા’ અને ‘ટિપ ટિપ બરસા પાની’ જેવાં ગીતો ખૂબ હિટ રહ્યાં હતાં. આજે પણ આ ગીતો લોકો ખૂબ સાંભળે છે. ફિલ્મના ગીત ‘તૂ ચીઝ બડી હૈ મસ્ત-મસ્ત’ને કારણે જ રવીના ટંડનને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ‘મસ્ત મસ્ત ગર્લ’નું બિરુદ મળ્યું હતું.