29 August, 2023 05:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષયકુમાર અને અર્શદ વારસી
અક્ષયકુમાર અને અર્શદ વારસી આવતા વર્ષે ‘જૉલી LLB 3’નું શૂટિંગ શરૂ કરે એવી શક્યતા છે. ૨૦૧૩માં આવેલી ‘જૉલી LLB’માં અર્શદ વારસી અને સૌરભ શુક્લા જોવા મળ્યો હતો. ત્યાર બાદ ૨૦૧૭માં ‘જૉલી LLB 2’માં અક્ષયકુમાર જોવા મળ્યો હતો. બન્ને ફિલ્મોને લોકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો. ૨૦૨૪ની ફેબ્રુઆરીએ ‘જૉલી LLB 3’નું શૂટિંગ શરૂ કરવામાં આવે એ શક્યતા છે. સૌરભ શુક્લા જજ િત્રપાઠીના રોલમાં દેખાશે. સુભાષ કપૂરે સ્ક્રીનપ્લે પૂરો કરી લીધો છે અને આ વર્ષના અંતે ફિલ્મનું પ્રી-પ્રોડક્શનનું કામ શરૂ થશે. આ ફિલ્મમાં બુરાઈ પર અચ્છાઈની જીત પર પ્રકાશ પાડવામાં આવશે. ફિલ્મનો ત્રીજો ભાગ પણ કોર્ટરૂમ ડ્રામા પર આધારિત રહેશે. એમાં સસ્પેન્સ, હ્યુમર અને સામાજિક મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. છ વર્ષ બાદ આ ફિલ્મ પર કામ શરૂ થતાં મેકર્સ પણ એક્સાઇટેડ છે.