પતિ, પત્ની ઔર વોની રીમેકની અક્ષયે આપી હતી સલાહ

16 November, 2019 10:50 AM IST  |  Mumbai

પતિ, પત્ની ઔર વોની રીમેકની અક્ષયે આપી હતી સલાહ

અક્ષય કુમાર

પતિ, પત્ની ઔર વો’ની રીમેક બનાવવામાં આવે એવી સલાહ ફિલ્મનાં મેકર્સને અક્ષયકુમારે આપી હતી. આ ફિલ્મમાં કાર્તિક આર્યન, ભૂમિ પેડણેકર અને અનન્યા પાન્ડે જોવા મળી રહ્યા છે. ૬ ડિસેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મના ડિરેક્ટર મુદસ્સર અઝીઝ છે. આ ફિલ્મ ૧૯૭૮માં આવેલી ‘પતિ, પત્ની ઔર વો’ની રીમેક છે. એ ફિલ્મમાં સંજીવ કુમાર, વિદ્યા સિંહા અને રંજીતા જોવા મળ્યા હતાં. ‘પતિ, પત્ની ઔર વો’ની રીમેકનાં પ્રોડ્યુસર જુનો ચોપડાએ કહ્યું હતું કે ‘આ ફિલ્મની રીમેક બનાવવામાં આવે એવી સલાહ અમને અક્ષયકુમારે આપી હતી. એક દિવસ તે અમારા ઘરે અમને મળવા આવ્યો હતો. એ વખતે તેણે અમને પૂછ્યું હતું કે તમે ‘પતિ, પત્ની ઔર વો’ની રીમેક કેમ નથી બનાવતા. એ ફિલ્મ અમારા જ બેનર હેઠળ બનાવવામાં આવી હતી.’
આ રીમેક માટે લીડ રોલમાં અક્ષયકુમારને લેવાનું વિચાર્યું હતું? એવુ પૂછવામાં આવતાં જુનો ચોપડાએ કહ્યું હતું કે ‘ના અમે કદી પણ તેને આ ફિલ્મમાં લેવાનું નહોતું વિચાર્યું. અમારા માટે હંમેશાંથી કાર્તિક જ પહેલી પસંદ રહ્યો હતો.’

akshay kumar kartik aaryan