અક્ષયે કર્યો સ્વીકાર, હા મારી પાસે છે કેનેડાનો પાસપોર્ટ

03 May, 2019 05:42 PM IST  |  મુંબઈ

અક્ષયે કર્યો સ્વીકાર, હા મારી પાસે છે કેનેડાનો પાસપોર્ટ

આખરે અક્ષયે તોડ્યું મૌન

વડાપ્રધાન મોદીને બિનરાજકીય ઈન્ટરવ્યૂ બાદ સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહેલા અક્ષય કુમારે પોતાની નાગરિકતાના મુદ્દે મૌન તોડ્યું છે. અક્ષયે એ તમામ સવાલોનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે, જે ઉઠાવવામાં આવી રહ્યા હતા.

અક્ષયે ટ્વીટ કરીને એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, મારી નાગરિકતાને લઈને જે અનિચ્છિત અને નકારાત્મક વાતો કરવામાં આવી રહી છે, તે મારી સમજમાં નથી આવતી.મેં ક્યારેય એ નથી છુપાવ્યું કે ન મેં ક્યારેય ઈન્કાર કર્યો કે મારી પાસે કેનેડિયન પાસપોર્ટ છે. એ પણ સત્ય છે કે હું છેલ્લા સાત વર્ષથી કેનેડા નથી ગઈ. હું ભારતમાં કામ કરું છું અને અહીં જ મારો ટેક્સ ભરું છું. આ વર્ષઓ દરમિયાન મને ભારત માટે પોતાનો પ્રેમ સાબિત કરવાની જરૂર નથી લાગી, મને એ જાણીને નિરાશા થાય છે કે મારી નાગરિકતાના મુદ્દાને સતત વિવાદોમાં ઢસડવામાં આવે છે. આ એક એવો વિષય છે જે અંગત, કાયદાકીય અને બિન રાજકીય છે અને બીજા કોઈના મતલબનો નથી.હું આગળ પણ એ કામોમાં મારું યોગદાન આપતો રહીશ, જેમાં હું માનું છું અને ભારતને મજબૂત કરતો રહીશ.


અક્ષયે અનેક સામાજિક અને દેશ હિત સાથે જોડાયેલા કામો કર્યા છે. તેઓ સામાજિક મુદ્દાઓ પર ફિલ્મો પણ કરે છે. કેટલાક લોકો આ ફિલ્મો અને સામાજિક કાર્યોને લોકો વડાપ્રધાન મોદીના સમર્થન તરીકે જુએ છે. અને આ મુદ્દે તેમને ટ્રોલ પણ કરવામાં આવે છે. મતદાન બાદ પણ તેમની મજાક કરવામાં આવી હતી.,જેનો આખરે અક્ષયે જવાબ આપ્યો છે.

akshay kumar narendra modi