વર્લ્ડ પ્રીમિયરના પ્રમોશન માટે અજય કરશે ઘરેથી શૂટિંગ

21 July, 2020 08:46 AM IST  |  Rajkot | Mumbai Correspondent

વર્લ્ડ પ્રીમિયરના પ્રમોશન માટે અજય કરશે ઘરેથી શૂટિંગ

અજય દેવગન

રવિવારે સ્ટાર પ્લસ પર વર્લ્ડ પ્રીમિયર થનારી અજય દેવગન, સૈફ અલી ખાન સ્ટારર ‘તાનાજી - ધી અનસંગ વૉરિયર’ માટે અજય દેવગન ઘરે બેસીને પ્રોમો શૂટ કરશે અને સાથોસાથ ફિલ્મના શૂટિંગ અને મેકિંગ દરમ્યાન પડેલી તકલીફોની વાતો ફિલ્મ દરમ્યાન દર્શાવવાનો આઇડિયા પણ અજય દેવગન લઈ આવ્યો છે. આ બધા માટે પણ અજય પોતાના ઘરે શૂટિંગ કરશે. અજય દેવગનનો પ્રોમો ઑલરેડી શૂટ થઈ ગયો છે, પણ પડદા પાછળની વાતોનું શૂટિંગ અત્યારે ચાલુ છે.
અજય દેવગન આ તમામ વાતોમાં પોતાની સાથે વાઇફ અને ફિલ્મમાં પણ તાનાજીની વાઇફનું કૅરૅક્ટર કરનાર કાજોલને પણ લાવે એવી શક્યતા છે તો સૈફ અલી ખાન પણ પ્રમોશનની આ જર્નીમાં જોડાઈ શકે છે.

tanhaji: the unsung warrior ajay devgn bollywood bollywood news bollywood gossips