પ્રૉબ્લેમ ઊભા કરનારાઓની સંખ્યા ભારતમાં ખૂબ ઓછી છેઃઅજય દેવગણ

21 February, 2019 10:32 AM IST  | 

પ્રૉબ્લેમ ઊભા કરનારાઓની સંખ્યા ભારતમાં ખૂબ ઓછી છેઃઅજય દેવગણ

અજય દેવગનનું કહેવું છે કે ભારતમાં આ સમયે પ્રૉબ્લેમ ઊભો કરનાર વ્યક્તિઓની  સંખ્યા ખૂબ જ ઓછી છે. પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદ જમ્મુ-કાશ્મીરની તમામ સ્કૂલમાં બાળકોની સિક્યૉરિટી વધારી દેવામાં આવી હતી. તેમ જ ત્યાંના લોકોની સુરક્ષા માટે વધુ ધ્યાન આપવા કહ્યું હતું. આ વિશે પૂછતાં અજય દેવગને કહ્યું હતું કે ‘આપણો સમગ્ર દેશ આવો નથી. આપણા દેશમાં પ્રૉબ્લેમ ઊભા કરનારા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી છે. આ લોકોનાં કરતૂતો સોશ્યલ મીડિયા પર ફેલાઈ જાય છે અને લોકો એવું માને છે કે સમગ્ર દેશ એવો છે, જે ખરેખર ખોટું છે. મારું માનવું છે કે આપણે થોડા જવાબદાર નાગરિક બનવું જોઈએ. શેનો સ્વીકાર કરવો અને શેનો નહીં એ આપણે સમજવું જોઈએ. સોશ્યલ મીડિયાની પણ કેટલીક ખરાબ બાજુ છે. આ કંઈ ર્કોટ કેસ નથી કે જજ નર્ણિય લેશે. અહીં તો દરેક વ્યક્તિ જજ કરવાનું શરૂ કરી દે છે, જે ખરેખર ખોટું છે.’

ajay devgn bollywood