21 September, 2025 11:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન અને ઐશ્વર્યા રાય
સલમાન ખાન અને ઐશ્વર્યા રાયનું પ્રેમપ્રકરણ ‘હમ દિલ દે ચુકે સનમ’ના સેટ પર શરૂ થયું હતું અને તેમની રિલેશનશિપનો અંત બહુ કડવાશથી આવ્યો હતો. ઍક્ટ્રેસ હિમાની શિવપુરી તેમની સમગ્ર રિલેશનશિપની સાક્ષી છે, કારણ કે તેણે ‘હમ દિલ દે ચુકે સનમ’માં પણ કામ કર્યું છે અને એ પછી તેણે અને ઐશ્વર્યાએ ‘હમારા દિલ આપ કે પાસ હૈ’ અને ‘ઉમરાવ જાન’ જેવી ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું છે. હાલમાં હિમાનીએ એક ઇન્ટરવ્યુમાં સલમાન અને ઐશ્વર્યા વચ્ચે થતા ઝઘડા વિશે વાત કરતાં કહ્યું હતું કે એક વખત સલમાને ગુસ્સામાં મને કહ્યું હતું કે ઐશ્વર્યા પોતાને બહુ સુંદર સમજે છે... તેને કહો કે તે વહીદા રહમાનને જુએ.
ઐશ્વર્યા અને સલમાનની રિલેશનશિપ વિશે વાત કરતાં હિમાનીએ કહ્યું હતું કે ‘મેં ઐશ્વર્યા સાથે પહેલી વાર ‘આ અબ લૌટ ચલેં’માં કામ કર્યું હતું. એ પછી અમે ‘હમ દિલ દે ચુકે સનમ’ અને ‘ઉમરાવ જાન’માં પણ સાથે કામ કર્યું હતું. હું અને ઐશ્વર્યા ‘હમારા દિલ આપકે પાસ હૈ’નું હૈદરાબાદમાં શૂટિંગ કરી રહ્યાં હતાં એ દરમ્યાન સલમાન અને ઐશ્વર્યાનો સંબંધ મજબૂત થઈ રહ્યો હતો. સલમાન રાતે સેટ પર આવતો અને સવારે જતો. એ પછી ફિલ્મસિટીમાં રોહન સિપ્પીની ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું અને એ ફિલ્મમાં ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન કામ કરી રહ્યાં હતાં. આ શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે એક દિવસ સલમાન ગુસ્સે ભરાયો અને મને કહ્યું કે ઐશ્વર્યા પોતાને ખૂબ સુંદર સમજે છે, તેને કહો કે તે વહીદા રહમાનને જુએ.’ ઐશ્વર્યા ખૂબ સારી છે અને તેમના બ્રેકઅપનાં કારણોની તેમને જ ખબર.’