22 April, 2026 10:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ઐશ્વર્યા રાય બચ્ચન હાલમાં દીકરી આરાધ્યા બચ્ચનને રિસીવ કરવા માટે મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળી હતી. હકીકતમાં આરાધ્યા સ્કૂલની સમર વેકેશન ટ્રિપથી પરત ફરી રહી હતી. લાંબા સમય પછી એકબીજાને મળીને મમ્મી-દીકરી ખુશ થઈ ગયાં હતાં અને બન્નેએ એકબીજાને ઉષ્માભર્યું આલિંગન આપ્યું. આ સમયે આરાધ્યા અને ઐશ્વર્યા બન્નેએ સફેદ વસ્ત્રો પહેરીને ટ્વિનિંગ કર્યું હતું.
આ મુલાકાત દરમ્યાન ફૅન્સે નોંધ્યું કે ઐશ્વર્યા પોતાની દીકરીના રીઍક્શનનો વિડિયો પોતાના ફોનમાં રેકૉર્ડ કરી રહી હતી. ઍરપોર્ટમાંથી બહાર નીકળતી વખતે આરાધ્યા પોતાની મમ્મીને જોઈને ખૂબ જ ઉત્સાહિત લાગી રહી હતી.