ઐશ્વર્યા રાય બચ્ચને પર્ફેક્ટ ફૅમિલી-ફોટો પોસ્ટ કરીને સેલિબ્રેટ કરી ૧૯મી ઍનિવર્સરી

22 April, 2026 10:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઐશ્વર્યા રાયે ‘રાજા શિવાજી’નું ટ્રેલર લૉન્ચ થયા બાદ સોશ્યલ મીડિયા પર અભિષેક અને પોતાની દીકરી આરાધ્યા સાથે બે સેલ્ફી શૅર કર્યા હતા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

ઐશ્વર્યા રાય બચ્ચન સોશ્યલ મીડિયા પર બહુ સક્રિય નથી અને તે ક્યારેક જ સોશ્યલ મીડિયા પર કોઈ પોસ્ટ શૅર કરે છે. હવે ઐશ્વર્યાએ લાંબા સમય પછી સોશ્યલ મીડિયા પર ફૅમિલી-ફોટો શૅર કર્યો છે જેણે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું છે. હકીકતમાં સોમવારે ઐશ્વર્યા અને અભિષેક બચ્ચને ૧૯મી લગ્નતિથિ ઊજવી હતી. આ ખાસ પ્રસંગે તેમણે એક ખૂબ જ સુંદર ફૅમિલી-ફોટો શૅર કર્યો, જે સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ ગયો. સોમવાર આ કપલ માટે ડબલ ખુશીનો દિવસ હતો, કારણ કે એ દિવસે જ અભિષેકની આગામી ફિલ્મ ‘રાજા શિવાજી’નું ટ્રેલર પણ રિલીઝ થયું હતું.

ઐશ્વર્યા રાયે ‘રાજા શિવાજી’નું ટ્રેલર લૉન્ચ થયા બાદ સોશ્યલ મીડિયા પર અભિષેક અને પોતાની દીકરી આરાધ્યા સાથે બે સેલ્ફી શૅર કર્યા હતા. આ તસવીરોમાં ઐશ્વર્યા પોતાની દીકરી આરાધ્યા અને પતિ અભિષેક સાથે સ્મિત સાથે પોઝ આપતી જોવા મળે છે. ઐશ્વર્યાએ આ તસવીર સાથે કૅપ્શનમાં માત્ર એક લાલ દિલનું ઇમોજી મૂક્યું, પણ કોઈ લખાણ લખ્યું નહોતું.                            

aishwarya rai bachchan abhishek bachchan aaradhya bachchan social media entertainment news bollywood bollywood news