જઝ્બામાં ન્યાય માટે ઐશ્વર્યા અને ઇરફાન સામે લડશે શબાના આઝમી

30 October, 2014 05:20 AM IST  | 

જઝ્બામાં ન્યાય માટે ઐશ્વર્યા અને ઇરફાન સામે લડશે શબાના આઝમી

હાલમાં જાણવા મળ્યું છે કે આ ફિલ્મની સ્ટાર-કાસ્ટમાં શબાના આઝમીનું નામ પણ જોડાયું છે. ફિલ્મમાં શબાના ઇરફાનની માતાનું પાત્ર કરી રહી છે. ઇરફાન એક સસ્પેન્ડ કરવામાં આવેલો પોલીસ-અધિકારી છે. આ ફિલ્મમાં શબાના ખુદના ન્યાય માટે ઇરફાન અને ઐશ્વર્યા સામે લડતી જોવા મળશે. ડિસેમ્બર મહિનાથી ફિલ્મનું સંપૂર્ણ શૂટિંગ મુંબઈમાં જ થવાનું છે. સંજયનું પ્લાનિંગ આ ફિલ્મને ૨૦૧૫ના કાન ફિલ્મ ફેસ્ટિવલ પહેલાં પતાવી દેવાનું છે.