એરપોર્ટ પર દીપિકા પાસેથી સુરક્ષાકર્મીએ માંગ્યું ID, દીપિકાએ કર્યું આવું

22 June, 2019 03:26 PM IST  |  બેંગલુરૂ

એરપોર્ટ પર દીપિકા પાસેથી સુરક્ષાકર્મીએ માંગ્યું ID, દીપિકાએ કર્યું આવું

એરપોર્ટ પર દીપિકા પાસેથી સુરક્ષાકર્મીએ માંગ્યું ID, દીપિકાએ કર્યું આવું

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણનો આ વીડિયો આ વીડિયો હમણા હમણા ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાના પિતા પ્રકાશ પાદુકોણ સાથે નજર આવી રહી છે. અહેવાલો અનુસાર દીપિકા પોતાના પિતા સાથે બેંગલુરૂ જઈ રહી હતી.

એરપોર્ટ પર દીપિકાનો એક વીડિયો સામે આવ્યો જેમાં સુરક્ષાકર્મી તેમની પાસેથી આઈડી કાર્ડ માંગે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે દીપિકા અને પ્રકાશ પાદુકોણ એક સાથે એરપોર્ટ પર એન્ટ્રી કરે છે અને બંને અંદર જતા જ હોય છે ત્યારે દીપિકાને પાછળથી એક અવાજ આવે છે..'મેમ આઈડી..આઈડી'. જેના પર દીપિકા પાછળ ફરે છે અને સુરક્ષાકર્મીની તરફ જોઈને પુછે છે આઈડી જોઈએ છે?


આ બાદ દીપિકા એક સામાન્ય વ્યક્તિની જેમ આઈડી ચેક કરાવે છે અને ત્યાંથી ચાલી જાય છે. દીપિકાના આ વીડિયોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે કારણ કે એક સ્ટાર હોવા છતા તેણે સુરક્ષાકર્મીઓ સાથે કો-ઓપરેટ કર્યું અને એક જવાબદાર નાગરિક તરીકે પોતાનું આઈડી બતાવ્યું.


દીપિકાના આ વહેવારની ચાહકો પણ પ્રશંસા કરી રહ્યા છે. ચાહકોનું કહેવું છે કે એક સ્ટાર હોવા છતા દીપિકાએ કોઈ એટીટ્યૂડ ન બતાવ્યો અને સુરક્ષાકર્મીઓ પાસે પોતાનું આઈડી ચેક કરાવ્યું. જે પ્રશંસાને પાત્ર છે.

deepika padukone prakash padukone bollywood news