08 November, 2023 04:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૅટરિના કૈફ
રશ્મિકા મંદાનાનો મૉર્ફ્ડ વિડિયો વાઇરલ થયા બાદ હવે કૅટરિના કૈફ પણ એનો શિકાર બની છે. કૅટરિનાની ‘ટાઇગર 3’ રવિવારે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં તે ટૉવેલમાં ફાઇટ કરતી જોવા મળી રહી છે. આ ફોટોને ડીપફેક ટેક્નૉલૉજી દ્વારા મૉર્ફ કરવામાં આવ્યો છે. આ ઓરિજિનલ ફોટોને એવી રીતે એડિટ કરવામાં આવ્યો છે જેમાં કૅટરિના ટૉવેલની જગ્યાએ અલગ કપડાંમાં જોવા મળી રહી છે. આ ફોટોને વધુ અશ્લીલ બનાવવાની કોશિશ કરવામાં આવી છે. આ ફોટો ડીપફેક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી બનાવવામાં આવ્યો છે. આ ટેક્નૉલૉજી ખૂબ જ ખતરનાક છે અને સરકાર એ માટે બહુ જલદી કડક પગલાં લે એવું બની શકે છે.