પિતાની સર્જરી બાદ ઋતિક રોશને ફરી શરૂ કર્યું શૂટિંગ

24 January, 2019 05:14 PM IST  | 

પિતાની સર્જરી બાદ ઋતિક રોશને ફરી શરૂ કર્યું શૂટિંગ

પિતા રાકેશ રોશનને કેન્સર થયાની વાત સામે આવ્યા બાદ ઋતિક રોશન કેટલાક દિવસો સુધી રજા પર હતા. જો કે હવે ઋતિક ફરી કામે ચડી ગયા છે. રાકેશ રોશનની સારવાર બાદ તેમને હોસ્પિટલે રજા આપી દીધી છે. રાકેશ રોશનની સારવાર દરમિયાન રોશન ફેમિલિમાં ટેન્શનનો માહોલ હતો. 10 જાન્યુઆરીએ ઋતિક રોશને પણ પોતાનો જન્મદિવસ સાદાઈથી મનાવ્યો હતો.

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે,'પિતાને હિંમત અપાવવા અને સાથે રહેવા માટે ઋતિક રોશને શૂટિંગમાંથી બ્રેક લીધો હતો. હવે રાકેશ રોશનની સારવાર સારી રીતે થઈ ગઈ છે. એટલે ઋતિક રોશને પણ નવી ફિલ્મનુ શૂટિંગ શરૂ કરી દીધું છે.'

ઉલ્લેખનીય છે કે સારવાર બાદ રાકેશ રોશનનું સ્વાસ્થ્ય સુધરી રહ્યું છે. ત્યારે ઋતિક રોશને પણ પોતાનું રૂટિન અપનાવી લીધું છે. ડુગ્ગુ હાલ સિદ્ધાર્થ આનંદની અનટાઈલ્ડ એક્શન થ્રીલરના બીજા શેડ્યુલનું શૂટિંગ કરી રહ્યા છે, આ ફિલ્મમાં ઋતિકની સાથે ટાઈગર શ્રોફ પણ દેખાશે.

આ પણ વાંચોઃસર્જરી થઈ ગઈ છે ને હું સ્વસ્થ છું : રાકેશ રોશન

છેલ્લે જાન્યુઆરી 2017માં ઋતિક રોશનની ફિલ્મ કાબિલ રીલીઝ થઈ હતી. અને આગામી સમયમાં તેમની ફિલ્મ સુપર 30માં તેઓ ગણિતના પ્રોફેસરની ભૂમિકામાં દેખાશે. આ ફિલ્મ 26 જુલાઈએ રિલીઝ થવાની છે. 

bollywood hrithik roshan rakesh roshan