મૉમ બાદ શ્રીદેવી મિસ્ટર ઇન્ડિયા ૨ની તૈયારી કરશે?

19 June, 2017 04:57 AM IST  | 

મૉમ બાદ શ્રીદેવી મિસ્ટર ઇન્ડિયા ૨ની તૈયારી કરશે?

શ્રીદેવી હાલમાં તેની ‘મૉમ’ના પ્રમોશનની તૈયારી કરી રહી છે. જોકે આ ફિલ્મની રિલીઝ બાદ બોની કપૂર તરત જ ‘મિસ્ટર ઇન્ડિયા ૨’નું કામ શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અનિલ કપૂર અને શ્રીદેવી તેમના રોલને આગળ વધારતાં જોવા મળશે. જોકે તેમની સાથે આ ફિલ્મમાં એક યુવાન જોડી પણ જોવા મળશે. ‘મિસ્ટર ઇન્ડિયા’ને શેખર કપૂરે ડિરેક્ટ કરી હતી, પરંતુ સીક્વલને ડિરેક્ટ કરવાની તેમણે ના પાડી છે. ‘મિસ્ટર ઇન્ડિયા ૨’ને ‘મૉમ’નો ડિરેક્ટર રવિ ઉદ્યાવર અથવા તો રાકેશ ઓમપ્રકાશ મેહરા ડિરેક્ટ કરશે એવી શક્યતા છે.