જવાની જાનેમન બાદ હવે સ્પૉર્ટ્સ ડ્રામામાં જોવા મળશે જૅકી ભગનાણી

04 February, 2020 01:30 PM IST  |  Mumbai

જવાની જાનેમન બાદ હવે સ્પૉર્ટ્સ ડ્રામામાં જોવા મળશે જૅકી ભગનાણી

ડિરેક્ટર નીતિન કક્કર અને જૅકી ભગનાણી

ડિરેક્ટર નીતિન કક્કરની ‘જવાની જાનેમન’ બાદ હવે જૅકી ભગનાણી સ્પૉર્ટ્સ-ડ્રામામાં જોવા મળશે. ‘જવાની જાનેમન’ દ્વારા અલાયા ફર્નિચરવાલાએ બૉલીવુડમાં એન્ટ્રી કરી છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને તબુ પણ જોવા મળી રહ્યાં છે. નીતિન કક્કર સાથે ફરી એક વાર કામ કરવાની તક મળતાં પોતાની ખુશી વ્યક્ત કરતાં જૅકી ભગનાણીએ કહ્યું હતું કે ‘મને નીતિનસરનું કામ ખૂબ ગમે છે અને મને એ વાતની ખુશી છે કે અમે પૂજા એન્ટરટેઇનમેન્ટ સાથે ફરીથી કામ કરવાના છીએ. ફિલ્મ પર હાલમાં કામ ચાલી રહ્યું છે. હું હંમેશાં સ્પૉર્ટ્સ-ડ્રામામાં કામ કરવા માગતો હતો. એથી નીતિન કક્કર સાથે ફિલ્મનિર્માણ કરવી એનાથી સારી વાત બીજી કોઈ ન હોઈ શકે.’

jackky bhagnani bollywood news entertaintment