સૂર્યવંશીનું થોડું શૂટિંગ કર્યા બાદ એ છોડી દીધી નીના ગુપ્તાએ

17 December, 2019 12:32 PM IST  |  Mumbai Desk

સૂર્યવંશીનું થોડું શૂટિંગ કર્યા બાદ એ છોડી દીધી નીના ગુપ્તાએ

નીના ગુપ્તાએ ‘સૂર્યવંશી’ માટે થોડા અઠવાડિયાનું શૂટિંગ કર્યા બાદ ફિલ્મને અધવચ્ચેથી છોડી દીધી છે. રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં અક્ષયકુમાર અને કૅટરિના કૈફ લીડ રોલમાં છે. અક્ષયકુમારની મમ્મીનો રોલ નીના ગુપ્તાને આપવામાં આવ્યો હતો. જોકે આ રોલમાં નીના ગુપ્તા ફિટ નથી બેસતી એવું રોહિતને લાગી રહ્યું હતું. રોહિતની સ્થિતિ નીનાનાં ધ્યાનમાં આવતા તેણે આ ફિલ્મમાંથી હટી જવાનું જ પસંદ કર્યું હતું. જોકે તેમની વચ્ચે કોઈ મતભેદ નથી. રોહિત વિશે મસ્તી કરતાં નીનાએ કહ્યું હતું કે રોહિતે વળતરના રૂપમાં તેની આગામી ફિલ્મ માટે મને કામ આપવું પડશે.

bollywood neena gupta rohit shetty bollywood news bollywood gossips