હૅન્ડસમ ઍક્ટર્સની ઍક્ટિંગ સ્કિલને લોકો હંમેશાં નજરઅંદાજ કરે છે : આદિત્ય

29 January, 2020 03:24 PM IST  |  Mumbai

હૅન્ડસમ ઍક્ટર્સની ઍક્ટિંગ સ્કિલને લોકો હંમેશાં નજરઅંદાજ કરે છે : આદિત્ય

આદિત્ય રૉય કપૂર

આદિત્ય રૉય કપૂરનું કહેવું છે કે હૅન્ડસમ ઍક્ટરની ઍક્ટિંગ સ્કિલને લોકો હંમેશાં નજર અંદાજ કરે છે. બૉલીવુડમાં એક એવી માન્યતા છે કે સફળ ઍક્ટર હોવા માટે હીરો હૅન્ડસમ દેખાવા જરૂરી છે. ઇન્ડસ્ટ્રીમાં હૅન્ડસમ ઍક્ટર્સમાં ગણતરી કરવામાં આવતાં આદિત્ય રૉય કપૂરનું આ વિશે કહેવું છે કે ‘આ વિશે હું વધુ વિચારવા નથી માગતો, પરંતુ મારા દરેક રિવ્યુસમાં એક લાઇન તો મારા લુક વિશે હોય જ છે. લોકો મારા લુક વિશે વાત તો કરે છે, પરંતુ હું કેવો દેખાઉ છું એ મારા હાથમાં નથી હોતું. આપણે હૉલીવુડમાં પણ જોઈએ તો બ્રેડ પિટ અને લિયોનાર્ડો ડીકેપ્રિયો સહિતના કેટલાક મેઇનસ્ટ્રીમ ઍકટર્સને તેમની ઍક્ટિંગ સ્કિલ માટે જોઈએ એટલી ક્રેડિટ નથી મળતી કારણ કે તેઓ કેવા દેખાય છે અને તેમની સ્ક્રીન પ્રેઝન્સ કેવી છે એના વિશે જ લોકો વાત કરે છે. લોકો હૅન્ડસમ ઍક્ટર્સની ઍક્ટિંગ સ્કિલને નજરઅંદાજ કરે છે. મારી વાત જ્યાં સુધી છે ત્યાં સુધી એના પર મારો કોઈ કન્ટ્રોલ નથી, પરંતુ હું હૅન્ડસમ હોવાની સાથે સારી ઍક્ટિંગ માટે પણ જાણીતો બનું એવું ઇચ્છું છું.’

aditya roy kapur bollywood news entertaintment malang