લગ્નના બીજા દિવસે આદિત્ય નારાયણએ પત્નીને આપી ધમકી

06 December, 2020 05:26 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

લગ્નના બીજા દિવસે આદિત્ય નારાયણએ પત્નીને આપી ધમકી

લગ્નના બીજા દિવસે આદિત્ય નારાયણએ પત્નીને આપી ધમકી

બોલીવુડ એક્ટર તેમજ સિંગર આદિત્ય નારાયણ પોતાની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન બંધનમાં બંધાઇ ચૂક્યો છે. લગ્નથી લઈને રિસેપ્શન સુધીની તસવીરો અને વીડિયો સોશિયલ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. હવે શ્વેતા અગ્રવાલનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે લગ્નની વિધિઓ કરતી જોવા મળે છે. વીડિયો આદિત્યના ફેનપેજે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શૅર કર્યો છે.

આદિત્યે શ્વેતાને આપી ધમકી
વાયરલ વીડિયોમાં શ્વેતા અગ્રવાલ પોતાની સાસ એટલે દીપા નારાયણ સાથે જમવાનું બનાવતી જોવા મળે છે. જ્યાં શ્વેતા એક તરફ પોતાની સાસ સાથે કીચનમાં જમવાનું બનાવે છે તો આદિત્ય નારાયણ પત્નીને ટેસ્ટને લઈને ધમકી આપે છે. આદિત્ય નારાયણે શ્વેતા અગ્રવાલને કહ્યું ટેસ્ટમાં કોઇ ઉણપ ન હોવી જોઇએ નહીંતર જા તારા મમ્મીના ઘરે. વીડિયોમાં આદિત્ય નારાયણ સાથે-સાથે તેના પરિવારવાળા પણ હસતા દેખાય છે.

10 વર્ષથી હતા રિલેશનશિપમાં હતા
વીડિયોમાં આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલની કેમિસ્ટ્રી જોવા જેવી છે. આદિત્ય અને શ્વેતાની પહેલી મુલાકાત હૉરર ફિલ્મ 'શાપિત' (Shapit)ના સેટ પર થઈ હતી. બન્ને એક-બીજાને લગભગ 12 વર્ષથી ઓળખે છે અને 10 વર્ષથી રિલેશનશિપમાં હતા.

bollywood bollywood news bollywood gossips aditya narayan