‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’માં હિરોઇનની પસંદગીને લઈને આમિર અને આદિત્ય વચ્ચે મતભેદ?

15 October, 2016 06:48 AM IST  | 

‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’માં હિરોઇનની પસંદગીને લઈને આમિર અને આદિત્ય વચ્ચે મતભેદ?

યશરાજ ફિલ્મ્સ હેઠળ બની રહેલી આ ફિલ્મમાં હિરોઇન તરીકે આદિત્ય ચોપડા વાણી કપૂરને પસંદ કરવા માગે છે, જેણે ‘બેફિકરે’માં રણવીર સિંહ સાથે કામ કર્યું છે. જોકે આમિર આદિત્યની આ પસંદ સાથે ખુશ નથી. આમિર આ ફિલ્મમાં જાણીતી ઍક્ટ્રેસને પસંદ કરવા માગે છે. જોકે આ ફિલ્મમાં આમિરની વાત માનવામાં આવે કે પછી આદિત્યની એ તો હિરોઇનની જાહેરાત થયા બાદ જ ખબર પડશે.