​આદિત્ય અને મૃણાલની ફિલ્મનું નામ રાખવામાં આવ્યું ‘ગુમરાહ’

11 May, 2022 11:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આદિત્ય રૉય કપૂર અને મૃણાલ ઠાકુરની આગામી ફિલ્મનું નામ ‘ગુમરાહ’ રાખવામાં આવ્યું છે.

​આદિત્ય અને મૃણાલની ફિલ્મનું નામ રાખવામાં આવ્યું ‘ગુમરાહ’

આદિત્ય રૉય કપૂર અને મૃણાલ ઠાકુરની આગામી ફિલ્મનું નામ ‘ગુમરાહ’ રાખવામાં આવ્યું છે. સત્ય ઘટના પરથી આધારિત આ ફિલ્મમાં આદિત્ય પહેલી વાર ડબલ રોલ ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં મૃણાલ પોલીસનું પાત્ર ભજવી રહી છે. આદિત્યએ પહેલું શેડ્યુલ પૂરું કર્યું છે અને હવે મૃણાલ સાથે ગઈ કાલથી બીજું શેડ્યુલ શરૂ કર્યું છે. આ શૂટિંગ મુંબઈમાં ચાલી રહ્યું છે અને બહુ જલદી રોનિત રૉય પણ શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મને ડેબ્યુટાન્ટ વર્ધાન કેટકર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે જેને ભૂષણકુમાર અને મુરાદ ખેતાની દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.

bollywood news aditya roy kapur mrunal thakur