એક સમયે સ્ટેન્ડઅપ કૉમેડી કરતા આદિલ હુસેન, આજે છે સર્વશ્રેષ્ઠ કલાકાર

05 October, 2020 12:40 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

એક સમયે સ્ટેન્ડઅપ કૉમેડી કરતા આદિલ હુસેન, આજે છે સર્વશ્રેષ્ઠ કલાકાર

આદિલ હુસેન (ફાઇલ ફોટો)

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હંમેશાં એવા એક્ટર્સ આવતાં રહે છે જે પોતાની એક્ટિંગના બળે દશમાં જ નહીં પણ વિશ્વમાં નામ કમાયું હોય. આ એક્ટર્સમાંના એક છે આદિલ હુસેન. ભલે આદિલ હુસેનને લીડ એક્ટરના રોલ માટે ફિલ્મોમાં કામ મળવામાં મોડું થયું પણ તેના પચી પણ તેમણે નાના-નાના રોલ્સના બળે જ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. ફક્ત હિન્દી સિનેમામાં જ નહીં પણ વિશ્વ સ્તરે તેમની એક્ટિંગ ખૂબ જ લોકપ્રિય છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ પરીક્ષા દ્વારા તેમણે વર્લ્ડ લેવલ પર પોતાની એક્ટિંગનું પ્રદર્શન કર્યું છે અને આ માટે તેમને સન્માનિત પણ કરવામાં આવી રહ્યા છે. આજે અભિનેતાના જન્મદિવસે જાણીએ તેમના કરિઅર વિશે વધુ...

આદિલ હુસેનનો જન્મ 5 ઑક્ટોબર 1963ના રોજ આસામમાં થયો. તેમણે ફિલૉસોફીમાં બેચલર્સની ડિગ્રી મેળવી. શરૂઆતના દિવસોમાં તે કૉલેજમાં પ્લે કરતા હતા. સ્ટેન્ડઅપ કૉમેડી કરતા હતા અને તેમને બોલીવુડ એક્ટર્સની મિમિક્રી કરવી પણ ખૂબ ગમતી. પોતાના આ ગુણોને જોતા જ તેમણે ફિલ્મોમાં કામ કરવાનું મન બનાવ્યું. તેમણે એનએસડીથી એક્ટિંગ શીખી. આ સિવાય તેમમે ડ્રામા સ્કૂલ લંડનમાંથી પણ એક્ટિંગની તાલીમ મેળવી. પહેલા તો તેમણે આસામી ફિલ્મો દ્વારા પોતાના કરિઅરની શરૂઆત કરી. ત્યાર પછી તે બંગાળી ફિલ્મોમાં દેખાયા.

બોલીવુડ ફિલ્મોમાં શરૂઆતમાં તેમને નાના રોલ્સ મળ્યા. જાસૂસ વિજય, કમીને, ઇશ્કિયા અને એજન્ટ વિનોદમાં તે જોવા મળ્યા. ત્યાર પછી શ્રીદેવી સાથે ઇંગ્લિશ વિંગ્લિશમાં દેખાયા. આ દરમિયાન અંગ્રેજી ફિલ્મોમાં પણ તેમણે અનેક પાત્રો ભજવ્યા. આદિલે પોતાના કરિઅર દરમિયાન ઇંગ્લિશ, હિન્દી, આસામી, બંગાળી, મરાઠી, મલયાલમ, તામિળ, નૉર્વેગિયન અને ફ્રેન્ચ ફિલ્મોમાં એક્ટિંગ કરી અને નામ કમાયું.

પરીક્ષા ફિલ્મમાં લોકપ્રિય થઈ તેમની એક્ટિંગ
એક્ટરની શાનદાર એક્ટિંગનું જ પરિણામ છે કે છેલ્લા કેટલાક સમયથી એક્ટરને સતત મેનસ્ટ્રીમ ફિલ્મોમાં સારુ કામ મળી રહ્યું છે. તે અય્યારી, દિલ્હી ક્રાઇમ, કબીર સિંહ અને ગુડ ન્યૂઝ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે. પરીક્ષા ફિલ્મ માટે તેમને અનેક ઇન્ટરનેશનલ અવૉર્ડ પણ મળ્યા. ફિલ્મનું સ્ક્રીનિંગ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં કરવામાં આવ્યું. આ સિવાય લંડન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં પણ આ ફિલ્મનું સ્ક્રીનિંગ થવાનું હતું પણ ટેક્નિકલ ફૉલ્ટને કારણે ન થઈ શક્યું. અપકમિંગ પ્રૉજેક્ટ્સની વાત કરીએ તો તે સાઉથ ઇન્ડિયન ફિલ્મ રામમાં જોવા મળશે.

bollywood bollywood news bollywood gossips entertainment news adil hussain happy birthday