લૉકડાઉન બાદ ઍડનું શૂટિંગ કર્યું અદા શર્માએ

26 June, 2020 04:23 PM IST  |  Mumbai Desk | Agencies

લૉકડાઉન બાદ ઍડનું શૂટિંગ કર્યું અદા શર્માએ

અદા શર્મા

અદા શર્માએ સલામતીની પૂરી વ્યવસ્થા સાથે ઍડનું શૂટિંગ કર્યું હતું. તેણે એક કૉફી બ્રૅન્ડ માટે શૂટ કર્યું હતું. લૉકડાઉન હટાવ્યા બાદ માત્ર 20 લોકોની હાજરીમાં આ શૂટ કરવામાં આવ્યુ હતું. સૌકોઈ માસ્ક અને શીલ્ડ્સની સાથે સેટ પર હાજર હતા. સેટ પરનો ફોટો ટ્વિટર પર શૅર કરીને અદાએ ટ્વીટ કર્યું હતું કે ‘સેટ પર પાછી આવી છું. લૉકડાઉન હટાવ્યા બાદ આ મારું પહેલું શૂટિંગ છે. આ ઍડ એક કમર્શિયલ હતી. એમાં માત્ર 20 લોકો જ હતા. બધાને સૅનિટાઇઝ કરવામાં આવ્યા હતા. સૌકોઈ માસ્ક અને શીલ્ડ્સ સાથે હાજર હતા. એવું લાગતું હતું જાણે કે અમે યુદ્ધભૂમિમાં જઈ રહ્યા હતા. અમારી બધાની એક જ લાગણી છે. અમે બધા કોરોનાની વિરુદ્ધમાં છીએ. વધુ વિડિયો અહીં શૅર કરતા રહીશું.’

bollywood bollywood news bollywood gossips adah sharma