‘ધ કેરલ સ્ટોરી’ની ટીમ લઈને આવી ‘બસ્તર : ધ નક્સલ સ્ટોરી’

16 January, 2024 06:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૫ માર્ચે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ વિશે વિપુલ અમૃતલાલ શાહે કહ્યું કે ‘અમે ‘ધ કેરલ સ્ટોરી’ બાદ વધુ એક એક્સપ્લોઝિવ સ્ટોરીને એક્સપોઝ કરવા જઈ રહ્યા છીએ.

બસ્તર : ધ નક્સલ સ્ટોરી ફિલ્મ ની ટીમ

પ્રોડ્યુસર વિપુલ અમૃતલાલ શાહ, ડિરેક્ટર સુદીપ્તો સેન અને ઍક્ટ્રેસ અદા શર્મા હવે નવી ફિલ્મ લઈને આવ્યાં છે. તેમણે ત્રણેયે ‘ધ કેરલ સ્ટોરી’માં કામ કર્યું હતું અને હવે તેઓ ‘બસ્તર : ધ નક્સલ સ્ટોરી’ લઈને આવ્યાં છે. મેકર્સ દ્વારા હાલમાં જ ફિલ્મનું પોસ્ટર શૅર કરવામાં આવ્યું છે. આ ફોસ્ટરમાં અદા શર્મા આઇજી નીરજા માધવનનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મ વિશે સુદીપ્તો સેને કહ્યું કે ‘અમારી ‘ધ કેરલ સ્ટોરી’ને જે પ્રેમ મળ્યો છે એ બાદ અમે ફરી હિમ્મત કરી ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયાનું ફરી એક ડેડલી સીક્રેટ લઈને આવ્યા છીએ. આપણા દેશના હાર્ટ એવા બસ્તરની સ્ટોરી લઈને આવ્યા છીએ. આ એક અપમાનજનક, ઘૃણાસ્પદ અને હચમચાવી દેનારું સત્ય છે જે તમને ખૂબ જ શૉક્ડ કરી દેશે. અમને પૂરતી ખાતરી છે કે ‘ધ કેરલ સ્ટોરી’ માટે અમને જે પ્રેમ અને સપોર્ટ મળ્યા હતા એ આ ફિલ્મ માટે પણ અમને મળશે.’

૧૫ માર્ચે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ વિશે વિપુલ અમૃતલાલ શાહે કહ્યું કે ‘અમે ‘ધ કેરલ સ્ટોરી’ બાદ વધુ એક એક્સપ્લોઝિવ સ્ટોરીને એક્સપોઝ કરવા જઈ રહ્યા છીએ. આ એક બોલ્ડ અને ઑનેસ્ટ ફિલ્મને પ્રેઝન્ટ કરવાનો અમને ગર્વ છે જે દરેકને હચમચાવી નાખશે.’

adah sharma entertainment news bollywood news bollywood buzz bollywood the kerala story