વોટિંગ વિશે સવાલ કરનારને તાપસીની થપ્પડ

09 February, 2020 09:02 AM IST  |  New Delhi

વોટિંગ વિશે સવાલ કરનારને તાપસીની થપ્પડ

તાપસી પન્નુ

તાપસી પન્નુએ દિલ્હીનાં વિધાનસભા ઇલેક્શનમાં વોટ આપીને સૌને મતદાન કરવાની અપીલ કરી હતી. જોકે તેને વોટિંગ મુંબઈમાં કરવાની સલાહ આપનારને તાપસીએ સોશ્યલ મીડિયા પર જોરદાર ‘થપ્પડ’ લગાવી હતી. તાપસી પોતાની બિઝી લાઇફમાંથી સમય કાઢીને દિલ્હી મતદાન કરવા પહોંચી ગઈ હતી. તેની સાથે તેનો પરિવાર પણ હતો. વોટિંગ બાદનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને તાપસીએ ટ્વીટ કર્યું હતું કે ‘પન્નુ પરિવારે તો મતદાન કર્યું છે. શું તમે વોટ આપ્યો? દરેક વોટ કિંમતી છે.

તેની આ ટ્વીટનો જવાબ આપતાં એક યુઝરે ટ્વીટ કર્યું હતું કે ‘મુંબઈમાં રહેનાર વ્યક્તિ શું કામ અમારા(દિલ્હી) વિશે નિર્ણય લેતા હશે. તાપસી ઘણાં વર્ષથી મુંબઈમાં શિફ્ટ થઈ ગઈ છે. તેણે તેનો વોટ પણ મુંબઈમાં શિફ્ટ કરી લેવો જોઈએ.’

આ યુઝરને જવાબ આપતાં તાપસીએ કહ્યું હતું કે ‘હું મુંબઈમાં રહેતું હોઉં એટલી નહીં, પરંતુ દિલ્હીમાં પણ વધુ સમય માટે રહું છું. મારો ઇન્કનટૅક્સ પણ દિલ્હીથી ભરવામાં આવે છે. દિલ્હીમાં રહેનારા, પરંતુ તેમનું યોગદાન ન આપનારાઓ કરતાં હું વધુ દિલ્હી વાળી છું. મારી ઝિટીશનશિપને લઈને મહેરબાની કરીને સવાલ ન કરો. તમે પહેલાં તમારા વિશે અને તમારા યોગદાન વિશે વિચારો. સાથે જ તમને એ પણ જણાવી દઉં કે તમે દિલ્હીમાંથી છોકરીને બહરા કાઢી શકશો, પરંતુ છોકરીના દિલમાંથી દિલ્હીને નહીં કાઢી શકો. તેમ જ મારે શું કરવું અને શું નહીં એ નક્કી કરવા વાળો તું કોણ છે? મને લાગે છે કે હું કેટલી દિલ્હીવાળી છું એ માટે આ જવાબ પૂરતો છે.’

taapsee pannu bollywood news entertaintment