ચાર વર્ષના બાળકને અપશબ્દો બોલતા ચોમેર નિંદા થઈ રહી છે સ્વરા ભાસ્કરની

06 November, 2019 10:28 AM IST  |  Mumbai

ચાર વર્ષના બાળકને અપશબ્દો બોલતા ચોમેર નિંદા થઈ રહી છે સ્વરા ભાસ્કરની

સ્વરા ભાસ્કર

સ્વરા ભાસ્કરે એક ચાર વર્ષના બાળકને અપશબ્દો કહેવાથી લોકોએ તેની આકરા શબ્દોમાં નિંદા કરવાનું શરૂ કરી દીધુ છે. આ બાળકની ભૂલ માત્ર એટલી જ હતી કે તેણે સ્વરાને આન્ટી કહીને બોલાવી હતી. આ બાળક સાથે સ્વરાએ ભુતકાળમાં એક ઍડ્વર્ટાઇઝમાં કામ પણ કર્યું હતું. તે બાળકને ગાળો આપી હતી એ વાતનો ખુલાસો સ્વરાએ પોતે એક ચૅટ-શો ‘સન ઑફ અબીશ’માં કર્યો હતો. આ વિડિયો હાલમાં સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. વિડિયોમાં સ્વરા જણાવી રહી છે કે તે શૂટિંગ કરી રહી હતી અને તે બાળકે તેને આન્ટી કહીને બોલાવી હતી. આ વાતથી તે ખૂબ ગુસ્સે થઈ હતી. જોકે સ્વરા એમ પણ કહી રહી છે કે તેણે અપશબ્દો એ બાળકને વ્યક્તિગત રીતે નહોતા કહ્યાં, પરંતુ તેણે મનમાં એ શબ્દો બોલ્યા હતાં. સાથે જ જણાવ્યું કે બાળકો તો શેતાન હોય છે. સોશ્યલ મીડિયા યુઝર્સે હવે સ્વરાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે. તેમણે #સ્વરાઆન્ટી ટ્રેન્ડિંગ શરૂ કર્યું છે.

આ પણ વાંચો : બાલાની સ્ક્રિપ્ટ મારી રિયલ લાઇફ સ્ટોરીમાંથી ચોરી કરવામાં આવી છે : કમલ કાંત ચન્દ્રા

આ તમામ ઘટનાક્રમની એક સામાજિક સંસ્થા લીગલ રાઇટ્સ પ્રોટેક્શન ફોરમે નોંધ લીધી છે. તેમણે સ્વરા વિરુદ્ધ નૅશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સમાં ફરિયાદ કરી છે અને સખત પગલા લેવામાં આવે એવી માગણી પણ કરી છે.

swara bhaskar bollywood news