કોરોના વાઇરસનું જોખમ છતાં લંડન પહોંચી રાધિકા આપ્ટે

20 March, 2020 12:40 PM IST  |  Mumbai | Agencies

કોરોના વાઇરસનું જોખમ છતાં લંડન પહોંચી રાધિકા આપ્ટે

રાધિકા આપ્ટે

દેશ અને દુનિયામાં ફેલાયેલા કોરોના વાઇરસ છતાં પણ રાધિકા આપ્ટે લંડન પહોંચી ગઈ છે. ભારતથી લંડન ગઈ તો એનો અનુભવ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રાધિકાએ કૅપ્શન આપી હતી કે ‘મારા ફ્રેન્ડ્સ અને કલીગ્સે મારી પ્રતિ ચિંતા અને પરવા દેખાડતાં મને ઘણા મેસેજિસ કર્યા હતા. હું તમને જણાવી દઉં કે હું લંડન સલામત પહોંચી ગઈ છું. ઇમિગ્રેશન વખતે મને કોઈ સમસ્યા નડી નહોતી. ખરું કહું તો એ ખાલી હતું અને તેમની સાથે ખૂબ સારી રીતે વાતચીત થઈ હતી. હિથ્રો ઍરપોર્ટ ખાલીખમ હતું. સાથે જ પેડિંગ્ટનમાં પણ કોઈ દેખાયું નહીં. હમણાં આટલું જ કહીશ. તમારા તમામ મેસેજિસ માટે થૅન્ક યુ. બ્રિટિશ ઍરવેઝ ફુલ હતી (બે દિવસ પહેલાં હું જ્યારે લંડનથી ભારત આવતી હતી ત્યારે એ ખાલી હતી). ઇમિગ્રેશન ઑફિસર્સ પાસે યુકેની બૉર્ડર્સને બંધ કરવા સંદર્ભે કોઈ માહિતી નહોતી.’

radhika apte coronavirus bollywood news