Alia Bhattની આ મિત્રનું થયું નિધન, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દુ:ખ

09 January, 2021 02:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Alia Bhattની આ મિત્રનું થયું નિધન, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દુ:ખ

આલિયા ભટ્ટ

બૉલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલ પોતાની ફિલ્મોની શૂટિંગમાં ઘણી વ્યસ્ત છે. શૂટિંગ દરમિયાન પણ તે પોતાની એક્ટિવિટીને સોશિયલ મીડિયા પર ફૅન્સ સાથે શૅર કરતી રહે છે, પરંતુ હાલ આલિયા ભટ્ટ ખરાબ સમયથી પસાર થઈ રહી છે. આ વાતની જાણકારી અભિનેત્રીએ પોતા સોશિયલ મીડિયા દ્વારા આપી છે.

હકીકતમાં આલિયા ભટ્ટની સૌથી પ્રિય પાળતું બિલાડી હવે આ દુનિયામાં નથી રહી. જેના કારણે તે ખૂબ જ દુ:ખી અને હેરાન છે. આલિયા ભટ્ટની આ બિલાડીનું નામ શીબા હતું. તાજેતરમાં તેનું અવસાન થયું છે. આ વાતની જાણકારી અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા દ્વારા આપી છે અને તેના માટે દુ:ખ વ્યક્ત કર્યું છે. આલિયા ભટ્ટ શીબાને પોતાની સારી મિત્રની જેમ સમજતી હતી અને રાખતી હતી. શીબાના મોતની વેદના ફક્ત આલિયા ભટ્ટ જ નહીં પરંતુ તેના સમગ્ર પરિવારને જ છે.

તેણે પોતાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેની બિલાડી (શીબા) સાથે એક ફોટો શૅર કર્યો છે. જેમાં આલિયાએ બિલાડી તેના ખોળામાં રાખી છે, ફોટોનાં તેની બિલાડી એકદમ ક્યૂટ લાગી રહી છે. આલિયા ભટ્ટે ફોટો શૅર કરતા કેપ્શનમાં લખ્યું છે, 'ગુડબાય માય એન્જલ'. આલિયા સિવાય એની માતા સોની રાઝદાને પણ શીબાના મોત પર શોક વ્યક્ત કર્યો છે અને તેમણે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની બિલાડી (શીબા)ની એક તસવીર શૅર કરી છે.

સોની રાઝદાને ફોટો સાથે એક ઈમોશનલ પોસ્ટ પણ લખી છે, 'શીબાની આત્માને શાંતિ મળે, અમે તમારું નામ શીબાની રાણીના નામ પર રાખ્યું હતું. કારણકે પહેલા દિવસથી તારામાં એવી કંઈક વાત હતી જે બીજી કોઈ બિલાડીમાં નહોતી. મારી સવાર તારી જાગવા સાથે ફરી ક્યારેય નહીં શરૂ થાય, શીબલ્સના સાથે તમે મને ખૂબ પ્રેમ આપ્યો, તેના માટે આભાર'. તેમની આ પોસ્ટ પર બૉલીવુડના ઘણા સ્ટાર્સ અને ફૅન્સે જાત-જાતની પ્રતિક્રિયા આપી છે.

જો આલિયા ભટ્ટના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં રણબીર કપૂર સાથે નજર આવશે. તેમ જ એસએસ રાજમૌલીની ફિલ્મ 'આરઆરઆર'માં એનટીઆર અને અજય દેવગન સાથે નજર આવશે. 

alia bhatt bollywood bollywood news