પોતાના પહેલા બાળકના આગમન માટે સજ્જ છે સુમીત વ્યાસ અને એકતા કૌલ

06 April, 2020 04:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાના પહેલા બાળકના આગમન માટે સજ્જ છે સુમીત વ્યાસ અને એકતા કૌલ

સુમીત વ્યાસ અને એકતા કૌલ

સુમીત વ્યાસ અને એકતા કૌલે તેમના પહેલા બાળકના આગમન માટે પૂરી તૈયારી કરી રાખી છે. આ બન્નેએ ૨૦૧૮માં લગ્ન કર્યાં હતાં. હાલમાં તો કોરોના વાઇરસને કારણે લૉકડાઉન છે. એથી એકતા પોતાના સ્વાસ્થ્યનું પણ ખૂબ ધ્યાન રાખી રહી છે. બાળકના નામ વિશે વિચારતાં એકતાએ કહ્યું હતું કે ‘સુમીત અને હું ખૂબ ઉત્સાહિત છીએ. સાથે જ અમે છોકરા અને છોકરીનાં નામ પણ વિચારીને રાખ્યાં છે. હાલની સ્થિતિને જોતાં અમે કોઈને પણ અમારી પાસે નથી આવવા દેતાં. હું પણ ઘરની બહાર નથી જતી. એથી ઘરનું કામકાજ કરવું અમારા બન્ને માટે મોટી વાત છે. એથી થોડીઘણી તકલીફ તો પડે છે. જોકે સુમીત મારી ખૂબ કાળજી લે છે. મારી પ્રેગ્નન્સીના છેલ્લા મહિનામાં સુમીત ઘર પર હોવાથી મને સારું લાગી રહ્યું છે. નહીં તો તે પોતાના કામમાં જ બિઝી હોત. હું જ્યારે પણ ડૉક્ટર પાસે ચેકઅપ માટે જતી હતી તો પોલીસ મારી સાથે સારો વર્તાવ કરતા હતા. તેઓ કોઈ પણ સવાલ પૂછ્યા વગર જ મને જવા દેતા હતા. આશા રાખું છું કે સ્થિતિ જલદી જ સામાન્ય થઈ જાય.’

sumeet vyas bollywood news entertainment news