સોશ્યલ મીડિયા પર હું એટલું જ શૅર કરું છું જેટલું મને યોગ્ય લાગે : રિતેશ

11 March, 2020 12:50 PM IST  |  Mumbai

સોશ્યલ મીડિયા પર હું એટલું જ શૅર કરું છું જેટલું મને યોગ્ય લાગે : રિતેશ

રિતેશ દેશમુખ

રિતેશ દેશમુખનું કહેવું છે કે સોશ્યલ મીડિયા પર ક્યારે અને કેટલું શૅર કરવું એની તેને પૂરી જાણ છે. રિતેશ સોશ્યલ મીડિયા પર ખૂબ જ ઍક્ટિવ રહે છે. તેના પત્ની જેનિલિયા દેશમુખ સાથેના ફોટો પણ ખૂબ જ વાઇરલ થાય છે. તે સતત સોશ્યલ મીડિયા પર છવાયેલો રહે છે. તે હાલમાં જ તેની નવી હેરસ્ટાઇલને કારણે સોશ્યલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ થયો હતો. આ વિશે પૂછતાં રિતેશે કહ્યું હતું કે ‘સોશ્યલ મીડિયા પર થોડું તો પ્રેશર હોય જ છે પરંતુ તમારે એનાથી કમ્ફર્ટેબલ બનવું પડશે અને તમારે પોતે એક લાઇન દોરવી પડશે. તમે જ્યારે બહાર જાઓ છો ત્યારે કોઈ ને કોઈ વ્યક્તિ તમારો ફોટો ક્લિક કરશે જ અને એનાથી કોઈ ફરક ન પડવો જોઈએ. દુનિયા સાથે કનેક્ટ થવા માટે પણ તમારે સોશ્યલ મીડિયા પર ફોટો ક્લિક કરવા રહ્યા. મેં મારી પત્ની સાથેના ઘણા ફોટો શૅર કર્યા છે, પરંતુ મારાં બાળકો સાથે ખૂબ જ ઓછા હશે. મને ફોટો શૅર કરવા ગમે છે. મારે દુનિયા સાથે જેટલું શૅર કરવું છે એટલું જ તમે મારા સોશ્યલ મીડિયા પર જોઈ શકશો.’

આ પણ વાંચો : પ્રોડ્યુસર લતા મંગેશકરને જાણો છો?

મારું માનવું છે કે ડિજિટલ પ્લૅટફૉર્મ થોડું ચૅલેન્જિંગ છે. એક ઍક્ટર તરીકે તમે એના પર વધુ રિસ્ક લઈ શકો છો. એક પર્ફોર્મર તરીકે આ પ્લૅટફૉર્મ ખૂબ જ એક્સાઇટિંગ પણ છે, કારણ કે તમને સારી કન્ટેન્ટ મળે છે. જો મને પણ કોઈ સારી ઑફર મળી તો હું પણ એના પર ધ્યાન રાખીશ

- રિતેશ દેશમુખ

riteish deshmukh bollywood news entertainment news