ફેન્સે રણવીર સિંહના ન્યૂડ ફોટોશુટ માટે કહ્યું, ‘દીપિકાએ પતિનું વસ્ત્રહરણ કર્યું કે શું?’

22 July, 2022 11:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિનેતાના બોલ્ડ ફોટોશૂટ બાદ સોશ્યલ મીડિયા પર વાયરલ થયા મીમ્સ

રણવીર સિંહ (તસવીર સૌજન્ય : પેપર મેગેઝિન સોશ્યલ મીડિયા અકાઉન્ટ)

૩૭ વર્ષીય બૉલિવૂડ અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) હંમેશા અકલ્પનિય ફેશન કરવાને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં રણવીરે કરાવેલા ન્યૂડ ફોટોશૂટને કારણે તે ચર્ચામાં છે. અભિનેતાએ એક મેગેઝિન માટે કરાવેલા ન્યૂડ ફોટોશૂટની તસવીરો સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. ત્યારે તેની આ તસવીરો જોઈને ઇન્ટરનેટ પર મીમ્મની લાઇન લાગી ગઈ છે.

રણવીર સિંહની ન્યૂડ ફોટોશૂટની તસવીરો જોઈને યુર્ઝસ જાતજાતી કમેન્ટ કરી રહ્યાં છે. કોઈ કહે છે, ‘લાગે છે પત્ની દીપિકાએ પતિનું વસ્ત્રહરણ કર્યું છે’. તો કોઈ કહે છે કે, ‘તેની પાસે પહેરવા માટે કપડાંજ નથી રહ્યાં’.

અભિનેતાના ન્યૂડ ફોટોશૂટે ઇન્ટરનેટને ગાંડુ કર્યું છે.

entertainment news bollywood bollywood news bollywood gossips ranveer singh social networking site