ઍનિમલ લઈને આવ્યો રણબીર કપૂર

02 January, 2021 01:24 PM IST  |  Mumbai | Agency

ઍનિમલ લઈને આવ્યો રણબીર કપૂર

રણબીર કપૂર

રણબીર કપૂરે ગઈ કાલે ન્યુ યર હોવાથી તેની આગામી ફિલ્મની જાહેરાત કરી હતી. ‘અર્જુન રેડ્ડી’ અને ‘કબીર સિંહ’ના ડિરેક્ટર સંદીપ વેન્ગા રેડ્ડીની આગામી ફિલ્મમાં તે કામ કરી રહ્યો છે એવી ચર્ચા ચાલી રહી હતી જે હવે ફાઇનલ થઈ ગયું છે. આ ફિલ્મને ‘ઍનિમલ’ નામ આપવામાં આવ્યું છે જેમાં પરિણીતી ચોપડા, અનિલ કપૂર અને બૉબી દેઓલ પણ જોવા મળશે. આ ફિલ્મને સંદીપની સાથે ભૂષણકુમાર પણ પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મ વિશે રણબીર કપૂરે કહ્યું હતું કે ‘આ પૅન્ડેમિક દ્વારા આપણને દરેકને સમય મળ્યો હતો જેથી આપણે પોતાની જાતને શોધી શકીએ અને પોતાના દિલની નજીક હોય એવી ફિલ્મોને પસંદ કરી શકીએ. સંદીપે મને જ્યારે આ ફિલ્મની સ્ટોરી કહી ત્યારે હું ધીમે–ધીમે આ કૅરૅક્ટરની ક્લોઝ જતો રહ્યો હતો અને મેં તરત જ એ માટે હા કહી દીધી હતી. તેની બન્ને ફિલ્મો મને પસંદ છે અને અમારા આ ક્રીએટિવ કોલૅબરેશન માટે હું ઉત્સાહિત છું. સ્ટ્રૉન્ગ કન્ટેન્ટને પસંદ કરનાર ભૂષણકુમાર સર આ ફિલ્મને પ્રોડ્યુસ કરશે અને તેમના મ્યુઝિકમાં જે નૉલેજ છે એ આ ફિલ્મમાં પણ જોવા મળશે. આ ફિલ્મની ટીમ પણ મને પસંદ છે અને ‘ઍનિમલ’નું શૂટિંગ શરૂ કરવા માટે હું ખૂબ જ આતુર છું.’

‘અર્જુન રેડ્ડી’ અને ‘કબીર સિંહ’નું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક જોરદાર હતું અને આ ફિલ્મનું બૅકગ્રાઉન્ડ પણ એટલું જ ઉમદા લાગી રહ્યું છે. આ ફિલ્મની જાહેરાત સાથે એક મિનિટનું અનાઉન્સમેન્ટ ટીઝર લૉન્ચ કરવામાં આવ્યું છે. એમાં રણબીરનો અવાજ સાંભળવા મળી રહ્યો છે અને જે ડાયલૉગ છે એના પરથી લાગે છે કે પિતા અને પુત્રની સ્ટોરી હશે. તેમ જ છેલ્લે જે બંદૂકની ગોળીઓનો અવાજ આવે છે એનાથી લાગે છે કે એકદમ જોરદાર ફિલ્મ હશે. આ ફિલ્મને ડિરેક્ટ કરનાર સંદીપે કહ્યું હતું કે ‘રણબીર કપૂરને ઍક્શન અને કટ કહેવા માટે હું ખૂબ જ ઉતાવળો થઈ રહ્યો છું. અનિલ સર, બૉબીજી અને પરિણીતીની પણ કમાલ આ ફિલ્મમાં જોવા મળશે.’

ranbir kapoor bollywood news bollywood entertainment news