બોલવામાં તકલીફ ધરાવતા વિદ્યાર્થીનું મનોબળ વધારવાનો પ્રયાસ કર્યો હૃતિકે

25 February, 2020 12:09 PM IST  |  Mumbai

બોલવામાં તકલીફ ધરાવતા વિદ્યાર્થીનું મનોબળ વધારવાનો પ્રયાસ કર્યો હૃતિકે

હૃતિક રોશન

હૃતિક રોશને તાજેતરમાં જ એક વિદ્યાર્થીને બોલવામાં પડતી તકલીફને કારણે તેનું મનોબળ વધારવાનો પ્રયાસ કર્યો હતો. આ વિદ્યાર્થીને તેના લેક્ચરરે પ્રેઝન્ટેશન આપતાં અટકાવ્યો હતો. આ તમામ ઘટનાક્રમ પર સોશ્યલ મીડિયા યુઝરે ટ્‍‍વિટર પર ટ્વીટ કર્યું હતું કે ‘મારા કઝિનને બોલવામાં તકલીફ પડે છે. તે ક્લાસમાં પ્રેઝન્ટેશન આપી રહ્યો હતો. જોકે લેક્ચરરે આખા ક્લાસની સામે તેને કહ્યું હતું કે તું બરાબર બોલી નથી શકતો તો તું આગળ સ્ટડી પણ નહીં કરી શકે. એ ઘટના બાદ તે પોતાની રૂમમાંથી બહાર આવ્યો નથી. તે હવે યુનિવર્સિટીમાં અને ક્લાસમાં જવાની પણ ના પાડે છે. તેનો આત્મવિશ્વાસ હવે ડગમગી ગયો છે.’

હૃતિક રોશનને પણ બોલવામાં તકલીફ પડતી હતી. આમ છતાં પોતાની એ કમજોરીને માત આપીને તે બૉલીવુડમાં આજે સફળ ઍક્ટર બન્યો છે. તેણે સ્પીચ થેરપી લીધી હતી. વિદ્યાર્થી સાથે ઘટેલી આ ઘટના ધ્યાનમાં આવતાં ટ્‍‍વિટર પર હૃતિકે ટ્વીટ કર્યું હતું કે ‘તમારા ભાઈને કહો કે તે પ્રોફેસર અને તેની ધારણા બન્ને પાયાવિહોણાં છે. બોલવામાં તકલીફ પડવાથી મોટાં સપનાં જોવામાં પાછી પાની ન કરી શકાય. તેને કહો કે તેની કોઈ ભૂલ નથી. સાથે જ એ તકલીફને કારણે શરમાવાની પણ જરૂર નથી. જે લોકોને તેના પર શરમ આવે છે તેઓ બ્રેનલેસ મન્કીઝ છે.’

hrithik roshan bollywood news