Amrish Puri Death Anniversay: આ કારણે ફિલ્મોથી રિજેક્શન થતું હતું...

12 January, 2021 02:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Amrish Puri Death Anniversay: આ કારણે ફિલ્મોથી રિજેક્શન થતું હતું...

અમરીશ પુરી તસવીર સૌજન્ય - જાગરણ

હિન્દી સિનેમામાં બહું જ ઓછા એવા કલાકારો એવો છે, જે સ્ક્રીન પર અદાકારીનો અસર વાસ્તવિક જીવનમાં દેખાડતા હોય. અમરીશ પુરી એવા જ કલાકાર હતા, જેમણે પોતાના જોરદાર અભિનયથી પાત્રોને જીવંત કર્યા કે તેમના માટે અનિયંત્રિત થવાનું કોઈ કારણ નથી. પછી તે 'મિસ્ટર ઈન્ડિયા'ના વિલન 'મોગેમ્બો' હોય કે પછી 'દિલવાલે દુલ્હનિયા લે જાએંગે'ના સખત પિતા.

લગભગ 450 ફિલ્મોમાં કામ કરનારા અમરીશ પુરી 12 જાન્યુઆરી 2005ના રોજ આ દુનિયાને અલવિદા કહ્યું હતું અને પોતાના પાછળ છોડી ગયા એવો વારસો જે અર્ધસત્ય, નિશાંત અને મંથન જેવી કળા ફિલ્મોથી શરૂ થઈને લોહા, ઘાયલ અને કરણ-અર્જુન જેવી શુદ્ધ મસાલાવાળી ફિલ્મો શામેલ છે. જાણીતા અભિનેતા મદન પુરીના નાના ભાઈ હોવા છતાં પણ અમરીશ પુરી માટે ફિલ્મોનો રસ્તો સરળ નહોતો. તેમને પણ બીજા સંઘર્ષશીલ કલાકારની જેમ નકારી કાઢવામાં આવ્યા હતા.

50 દાયકામાં અમરીશ પુરીએ ફિલ્મોમાં કામ શોધવાનું શરૂ કર્યું હતું, પરંતુ જ્યારે ઑડિશનના સમયે તેમને રિજેક્ટ કરી દેવામાં આવતા હતા. જાગરણ ડૉટ કૉમ સાથેની વાતચીતમાં એમના દીકરા રાજીવ પુરીએ અમરીશ પુરીના સંઘર્ષો વિશે જણાવતા કહ્યું હતું કે શરૂઆતમાં જ્યાં પણ ઑડિશન આપતા હતા. લોકો કહેતા હતા કે તેમનો ચહેરો વિચિત્ર છે. અવાજ બહું જ કડક છે. હકીકતમાં આ તબક્કો કોમળ ચહેરો અને મખમલ અવાજવાળા હીરોનો હતો, જે ખાંચામાં અમરીશ પુરી ફિટ બેસતા નહોતા. અભિનયથી લગાવને કારણે ફિલ્મોંથી રિજેક્શન બાદ અમરીશ પુરી થિયેટર તરફ ચાલ્યા ગયા. 1978-79 સુધી અમરીશ પુરી થિયેટર કરતા રહ્યાં.

જોકે આ દરમિયાન તેમણે કમર્શિયલ ફિલ્મોમાં નાની-નાની ભૂમિકા પણ ભજવતા રહ્યા. 1970માં આવેલી દેવ આનંદની ફિલ્મ પ્રેમ પુજારીમાં તેમણે નાની ભૂમિકા ભજવીને ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. તે સમયે અમરીશ પુરી 38 વર્ષના હતા. જોકે 1975માં આવેલી શ્યામ બેનેગલની નિશાંતમાં મકાનમાલિકની ભૂમિકાથી અમરીશ પુરીને તેના ભાગની ઓળખાણ મળી. જોકે કમર્શિયલ ફિલ્મોમાં અમરીશ પુરીનો સંઘર્ષ 1980માં આવેલી હમ પાંચથી સમાપ્ત થયું. આ ફિલ્મથી અમરીશ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફૅમસ થયા. બાદ ફિલ્મોમાં વિલન બનવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો.

1984માં આવેલી સ્ટીવન સ્પિલબર્ગની ફિલ્મ ઈન્ડિયાના જોન્સ એન્ડ ટેમ્પલ ઑફ ડૂમમાં અમરીશ પુરીના મોલા રામનું પાત્ર ઘણું ચર્ચિત રહ્યું હતું. અમરીશ પુરીની છેલ્લી ફિલ્મ સુભાષ ઘઈ નિર્દેશિત કિશના-ધ વૉરિયર પોઈડ છે, 2005માં તેમના નિધન બાદ 21 જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ હતી.

અમરીશ પુરીનો જન્મ 22 જૂન 1932ના પંજાબના નવાંશહેરમાં થયો હતો. તેમના બન્ને ભાઈ ચમન પુરી અને મદન પુરી ફિલ્મ કલાકાર હતા. મદન પુરી તો 60 અને 70 દાયકામાં વિલનના રોલ માટે પ્રખ્યાત હતા. સ્ક્રીન પર વિલનના રોલમાં જોવા મળેલા અમરીશ પુરી અંગત જીવનમાં ઘણા શાંત અને પરિવાર માટે સમર્પિત વ્યક્તિ હતા. અમરીશ પુરીને કારનો ઘણો શોખ હતો. ખાસ કરીને એમ્બેસ્ડર એમની પ્રિય કાર હતી. વિલન તરીકે અમરીશ પુરીના કેટલાક યાદગાર પાત્રો-

મિસ્ટર ઈન્ડિયા -

1987માં રિલીઝ થયેલી મિસ્ટર ઈન્ડિયામાં એક વિલનનો રોલ ભજવ્યો હતો, જેમાં તેમનું નામ મોગેમ્બો હતું. અમરીશનો આ રોલ આજે પણ ઘણો પ્રખ્યાત છે. આ ફિલ્મમાં એમનો એક ડાયલૉગ હતો મોગેમ્બો ખુશ હુઆ. આ ડાયલૉગ એટલો લોકપ્રિય છે કે આજે પણ લોકો એને બોલતા નજરે પડે છે.

નગીના-

નગીનામાં અમરીશે એક સપેરા તાંત્રિકનો રોલ ભજવ્યો હતો. અમરીશ આ ફિલ્મમાં પણ વિલન બન્યા હતા. 1986માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં શ્રીદેવી અને ઋષિ કપૂર લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં અમરીશ પુરીનો એક ડાયલૉગ હતો 'અલખ નિરંજન બોલત', આ ડાયલૉગ ઘણો ફૅમસ હતો.

કરણ-અર્જુન

શાહરૂખ ખાન અને સલમાન ખાનની ફિલ્મ કરણ-અર્જુનમાં અમરીશે જે પ્રકારે એક વિલનનો રોલ ભજવ્યો હતો, તે શાહરૂખ અને સલમાન પર ભારી પડી ગયો હતો. એમાં તેઓ ઠાકુર દુર્જન સિંહ બન્યા હતા જે પૈસા માટે પોતાના ભાઈની જ મૃત્યુ કરાવી દે છે. અમરીશનો આ રોલ પણ ઘણો શક્તિશાળી હતો.

લોહા-

જ્યારે પણ અમરીશના નેગેટિવ રોલને યાદ કરવામાં આવે છે તો એમની ફિલ્મ લોહાને જરૂર યાદ કરવામાં આવે છે. વર્ષ 1987માં આવેલી લોહા ફિલ્મના અમરીશ પુરીના ફિલ્મી કરિયરનું સૌથી જોખમી પાત્ર માનવામાં આવતું હતું. એમાં અમરીશ પુરીની ન ફક્ત એક્ટિંગ પરંતુ તેમના લૂકએ પણ લોકોને ડરાવી દીધા હતા.

કોયલા-

રાકેશ રોશનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ કોયલા 7 એપ્રિલ 1997માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અમરીશ પુરીએ જે નેગેટિવ રોલ ભજવ્યો હતો તે વર્ષો સુધી લોકોને યાદ રહ્યો હતો. ફિલ્મમાં અમરીશ પુરીએ રાજા સાહેબની ભૂમિકા ભજવી હતી.

નાયક -

7 સપ્ટેમ્બર 2001માં રિલીઝ થયેલી અનિલ કપૂરની ફિલ્મ નાયકને કોણ ભૂલી શકે છે. આ ફિલ્મમાં અમરીશ પુરીએ મુખ્યમંત્રીનો રોલ ભજવ્યો હતો. જે પોતાની ખુરશી બચાવવા માટે શહેરમાં હુલ્લડો વધારી દે છે. અમરીશનો આ રોલ ઘણો ફૅમસ થયો હતો.

ગદર -

અમીષા પટેલ અને સની દેઓલની ફિલ્મ ગદર-એક પ્રેમ કથામાં અમરીશ પુરીએ પાકિસ્તાની પૉલિટિશયનનો રોલ ભજવ્યો હતો, જે હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકવા માટે તૈયાર નહોતા.

bollywood bollywood news entertainment news mr india