યો યો હની સિંહના કમબેક ગીત 'મખના' સાથે જોડાયેલી રોચક વાતો

22 December, 2018 07:16 PM IST  | 

યો યો હની સિંહના કમબેક ગીત 'મખના' સાથે જોડાયેલી રોચક વાતો

સ્ટાર સિંગર યો યો હની સિંહે તેના આગામી ગીત મખના સાથે જોડાયેલા કેટલાક ખુલાસા કર્યા હતા. એક નાનકડા વિરામ બાદ હની સિંહ તેના મ્યુઝિક વીડિયો સાથે પાછો ફરવા માટે તૈયાર છે અને એવામાં પાર્ટી ટ્રેક માં હની સિંહને એકવાર ફરી જોવા માટે ફેન્સ ઘણા ઉત્સાહમાં છે.

મખનાથી જોરદાર કમબેક સાથે હની સિંહ ટી-સીરિઝના સહયોગથી મેદાનમાં આવવાની તૈયારીમાં છે. આ વિશે વાત કરતા હની સિંહે કહ્યું હતું કે, 'મખનાની પ્રોડક્શન પ્રોસેસમાં મને ઘણી મજા આવી. હું ભૂષણકુમારજીનો આભાર માનું છું. આ સિવાય આવનારા વર્ષમાં એમની સાથે અન્ય સહયોગની પણ આશા રાખુ છું.'

લેટિન મૂળથી રેગેટન બીટ્સના ટચ સાથે હની સિંહ ગીત મખના સાથે કમબેક કરી રહ્યો છે જેનો પંજાબીમાં અર્થ પ્રેમી થાય છે. મખના એક કાર્નિવલ લૂક આપે છે જેને સાંભળીને તમે ડાંસ ફ્લોર તરફ આકર્ષાઈ શકો છો. મખનાની ટીમ તેને કાર્નિવલ લૂક આપવા ઈચ્છતી હતી એટલે જ તેમણે પ્યૂર્ટો, રિકો અને કોલંબિયા જેવા લેટિન દેશમાં તેને શૂટ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે ટીમે આખરે ક્યૂબાની પસંદગી કરી હતી કેમકે આ જગ્યાથી ભારત હજુ અજાણ્યું છે. સ્પેનિશ નિર્દેશક ડેનિયલ દુર્રેન દ્રારા ડિરેક્ટેડ મખનાને તૈયાર થતા સાત મહિનાનો સમય લાગ્યો હતો.

હની સિંહના ફેન્સમાં પણ મખના માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે તેના આ કમબેક સમય દરમિયાન તે 24 ગીતો પર કામ કરી રહ્યો હતો જેમાંથી કેટલાક ગીતો આ વર્ષે રિલીઝ થઈ ચૂક્યા છે.

હની સિંહે તેના સ્વાસ્થ્ય વિશે વાત કરતા કહ્યું હતું કે,'પાછલા બે વર્ષોમાં હું ઘણુ સારું અનુભવી રહ્યો છું. હું સારો થઈ રહ્યો છું અને આ સમય દરમિયાન ઘણા ગીતો પર પણ કામ કર્યું છે. દુનિયાભરના સંગીતમાંથી પ્રેરણા લેતા અને શીખવા દરમિયાન ઘણા ગીતો પણ બનાવ્યા છે જે આ વર્ષે રિલીઝ થયા હતા. '

હની સિંહ તેની સ્ટાઈલ અને રેપ સોંગ્સના કારણે દમદાર શરૂઆત કરી હતી અને આ વર્ષે પરત ફરતાની સાથે તેણે 'દિલ ચોરી' અને 'છોટે છોટે પેગ' જેવા જોરદાર ગીતો પણ આપ્યા હતા. આ સિવાય અન્ય ગીતો સાથે દર્શકોને મનોરંજન કરાવ્યું હતું.

હની સિંહ મખના સાથે એક અલગ લૂકમાં જ નજરમાં આવી રહ્યો છે. આ વિશે વાત કરતા તેણે કહ્યું હતું કે, 'ગીતના અનુસંધાનમાં પરિવર્તન કરવુ યોગ્ય હતું તેથી જ છેલ્લા 10 મહિનાઓથી વાળ વધારીને લાંબા કર્યા હતા . હું મારા ફેન્સને અલગ હની સિંહ તરીકે ટ્રીટ કરાવવા માગું છું.'

મખના સાથે માત્ર હની સિંહ જ પાછો નથી કરી રહ્યો પરંતુ ઘણા જાણીતા ચહેરાઓ પણ તેમાં આવી રહ્યા છે. 2003માં જ્યારે હની સિંહે જ્યારે રેપિંગની શરૂઆત કરી ન હતી ત્યારે તે ટીડીઓ નામના એક બેન્ડ સાથે જામ કરતો હતો અને 15 વર્ષ પછી ફરી એકવાર આ બેન્ડ સાથે યો યો પાછો ફરી રહ્યો છે. હની સિંહને હમેશા બીજા માટે મ્યુઝિક બનાવવામાં મજા આવે છે.

ટી-સીરીઝના ડિરેક્ટર ભૂષણ કુમાર કહે છે કે ,' હની સિંહ સાથે અમારો સંબંધ વર્ષો જૂનો છે અને આ વખતે પણ હની સિંહ સાથે કામ કરવાની મજા આવી . ઇનડસ્ટ્રીના સૌથી સફળ કલાકારોમાં એક હની સિંહ ખરેખર રોકસ્ટાર છે. મખના સાથે ફરી એકવાર તેના ફેન્સને ખુશ કરશે તેવી આશા છે.'

yo yo honey singh bollywood news